Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સારુ કામ કરવા પ્રયાસ કરે છે ક્રિતી

બોલીવૂડમાં તમારો પરિવાર પહેલેથી સક્રિય હોય તો બોલીવૂડમાં તમને એન્ટ્રી કરવામાં સરળતા રહે છે. પરંતુ જો તમારે અગાઉથી કોઇ નાતો ન હોય તો અહિ સફળ થવા અહિ એન્ટ્રી મેળવવા તમારે ભરપુર પ્રયાસો કરવા પડે છે. ઇન્ડસ્ટ્રી બહારથી આવીને આપબળે સફળ થયેલા કલાકારોમાં ક્રિતી સેનન  સામેલ છે. તે હાલમાં તેરી બાતો મેં ઐસા ઉલઝા જીયા અને ક્રુ નામની ફિલ્મોમાં જોવા મળી છે. ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનીયરીંગ કર્યા પછી મોડેલીંગ કરીને ક્રિતી અભિનયની દુનિયામાં આવી હતી. તેની પહેલી ફિલ્મ દક્ષિણની મળી હતી. પણ તે રિલીઝ નહોતી થઇ. મીમી માટે તેને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે. ક્રિતી કહે છે સારુ કામ કરવા માટે હું પ્રયાસ કરુ છું.

(10:24 am IST)