Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પહેલી તમિલ ફિલ્મને લઇને ખુશ છે વિજય

અભિનેતા વિજય વર્માએ હવે તમિલ ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડ્યા છે. હિન્દી ફિલ્મો અને વેબ શોમાં જમાવટ કરી ચુકેલો વિજય સૂર્યા-૪૩ નામની તમિલ ફિલ્મમાં પહેલી વખત કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સૂર્યા શિવકુમાર અને દુલકર સલમાન પણ છે. પોતાની પહેલી તમિલ ફિલ્મને કારણે વિજય ખુશ છે. ફિલ્મનું નિર્દેશન સુધા કાંગરા કરી રહ્યા છે. વિજયએ પોતાની ખુશી વ્યકત કરી સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે મારી પહેલી તમિલ ફિલ્મ, આનાથી વધુ ગુણકારી ન હોઇ શકે, હું ખુબ ઉત્સાહિત છું. વિજય વર્મા મિરઝાપુર-૩માં પણ જોવા મળવાનો છે.

(10:25 am IST)