Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ટીવી શો નહિ છોડે દેવોલીના

દેવોલીના ભટ્ટાચારજીએ ટીવી શો થકી ઘર ઘરમાં ઓળખ બનાવી છે. હવે તે ફિલ્‍મોમાં પણ કામ કરી રહી છે. બિગ બોસમાં પણ તે ભાગ લઇ ચુકી છે.‘સાથ નિભાના સાથિયા' સિરિયલમાં તે ગોપી બહૂના રોલમાં ખૂબ ફેમસ થઈ હતી. તેની ફિલ્‍મ ‘બેન્‍ગૉલ ૧૯૪૭ -ઍન અનટોલ્‍ડ લવ સ્‍ટોરી' હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્‍મ દ્વારા તેણે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં એન્‍ટ્રી કરી છે. એ વિશે દેવોલીના કહે છે મારી પહેલી ફિલ્‍મને લઈને હું ખૂબ ઉત્‍સુક છું. હંમેશાંની જેમ મારા દર્શકોનો પ્રેમ અને સહકાર મળ્‍યો છે. એક ઍક્‍ટર તરીકે હું મારી જાતને એક માધ્‍યમમાં બાંધી નથી રાખવા માગતી. જોકે ફિલ્‍મોમાં કામ કરવાની સાથે ટીવી શો અને ડિજીટલ માધ્‍યમને છોડી દેવાની નથી.

(9:44 am IST)