Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

એજન્ટ રાઘવ બનીને આવી રહ્યો છે રાજીવ ખંડેલવાલ

ઝી ફાઇવ પર વધુ એક ચર્ચીત વેબસિરીઝ 'નકસલબાડી' આવી રહી છે. જેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. એકશન ડ્રામા જોનરની આ સિરીઝમાં નકસલીઓ અને સરકાર વચ્ચેના દ્વંદની કહાની છે. જેમાં બંને પક્ષ લડતી વખતે પોતાને ધર્મના રસ્તે ચાલતાં સમજે છે. આ વચ્ચે એસટીએફનો એજન્ટ રાઘવ આવીને બંને પક્ષની ગેરસમજ દુર કરે છે. સિરીઝમાં રાજીવ ખંડેલવાલ, સત્યદિપ મિશ્રા, ટીના દત્તા, આમિર અલી, શ્રીજીતા ડે સહિતની મુખ્ય ભુમિકા છે.

રાજીવ ખંડેલવાલને સિરીઝમાં એસટીએફ એજન્ટ રાઘવનું પાત્ર મળ્યું છે. તેણે કહ્યું હતું કે આ સિરીઝ માટે રચનાત્મક ટીમે ખુબ મહેનત કરી છે. કહાનીમાં રાજનીતિની દખલગીરી પણ છે. દર્શકોને આ સિરીઝ અત્યંત પસંદ પડશે. સિરીઝનું નિર્દેશન પાર્થો મિત્રાએ કર્યુ છે. શુટીંગ લોકડાઉન પહેલા જ શરૂ થઇ ગયું હતું. આઠ એપિસોડની આ સિરીઝ ૨૮મી નવેમ્બરે ઝીફાઇવ પર રિલીઝ થવાની છે. નકસલીયો પરનો આ મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે.

 

(9:26 am IST)