Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

બિગ બોસના એપિસોડમાં નિકકી તંબોલીએ નોમિનેશનથી બચવા માટે માસ્કને પોતાના પેન્ટમાં છૂપાવી લેતા સલમાનખાન ગુસ્સે ભરાયો

નવી દિલ્હી: ટેલિવિઝનના વિવાદિત શો બિગ બોસ 14ના ઘરમાં રોજેરોજ કઈંક નવી બબાલ થતી રહે છે. હાલમાં જ એક એપિસોડમાં સલમાન ખાન  નિક્કી તંબોલી પર ખુબ ગુસ્સો ભરાયો હતો. વાત જાણે એમ હતી કે નિક્કીએ એક ટાસ્ક દરમિયાન માસ્કને પોતાના પેન્ટની અંદર નાખી દીધુ હતું. ઘરના બાકીના સભ્યોની સાથે સાથે સલમાન ખાન પણ નિક્કીની આ હરકતથી ખુબ નારાજ થયો હતો. ત્યારબાદથી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે. 

શોમાં બની રહેવા માટે સ્પર્ધકો જાત જાતની વિચિત્ર હરકતો કરે છે. અનેકવાર તેમના આ કારનામા વિવાદનું કારણ બને છે. કઈંક એવી હરકત કરીને નિક્કી પણ ચર્ચામાં છે. 

વાત જાણે એમ છે કે નિક્કીએ નોમિનેશનથી બચવા માટે માસ્કને પોતાના પેન્ટમાં છૂપાવી લીધુ હતું. ત્યારે તેની આ હરકતના કારણે શોના હોસ્ટ સલમાન ખાન સહિત તમામ સ્પર્ધકોએ તેને ખુબ ખરીખોટી સંભળાવી હતી. દર્શકોએ પણ નિક્કીની આ હરકત પર તેને ખુબ ટ્રોલ કરી. 

બિગબોસ શોમાં વિકેન્ડના વારમાં ઈમ્યુનિટી ટાસ્ક દરમિયાન નિક્કી તંબોલીનો સામનો રાહુલ વૈદ્ય સામે થયો હતો. આ ટાસ્કમાં બંને સ્પર્ધકોને એક સ્પેસશિપમાં સાથે જવાનું હોય છે અને ત્યાં રાખવામાં આવેલું ઓક્સિજન માસ્ક પહેલા ઉઠાવવાનું હોય છે. નિક્કીએ ટાસ્ક શરૂ થતા પહેલા જ માસ્ક ઉઠાવી લીધુ હતું. જ્યારે રાહુલે તેના પર આપત્તિ જતાવી તો તેણે માસ્ક પોતાના પેન્ટમાં નાખી દીધુ હતું. નિક્કીએ આવું કર્યું તો રાહુલ રડી પડ્યો હતો. ટાસ્ક ખતમ થયા બાદ રાહુલ નોમિનેટ થઈને ગ્રીનમાંથી રેડ ઝોન પર આવી ગયો હતો. 

નિક્કી તંબોલીની આ હરકત પર સલમાન ખાને તેને ખુબ ફટકાર લગાવી. સલમાને નિક્કીને કહ્યું કે જ્યારે બોલવામાં તકલીફ થાય છે, તો કરવામાં નહતી થઈ, તે માસ્ક હતું અંડરવેર નહીં જે તમે પેન્ટમાં નાખી દીધુ હતું. 

આ સાથે જ સલમાન ખાને રાહુલ વૈદ્યના ધૈર્યના પણ ખુબ વખાણ કર્યા હતાં. સલમાન ખાને કહ્યું કે એ તો રાહુલ છે જેણે કશું કર્યું નહીં. જો કોઈ બીજુ હોત તો જરૂર કઈંક કરત. 

(5:00 pm IST)