Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પ્રાઇવેટ પાર્ટસ ઉપર કારણ વગર ઝુમ કરે છેઃ નોરા ફતેહીનો મીડિયા સામે આક્ષેપ

અહીં ઝુમ કરવાનું કોઇ ખાસ કારણ નહોતુ તો પછી તેઓ કઇ ચીજ પર ફોકસ કરી રહ્યા છે?

મુંબઇઃ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પાપારાઝીઓ સાથે તાલમેળ બેસાડવો એ ક્યારેક સ્ટાર્સની જરૂરિયાત તો ક્યારેક મજબૂરી બંને બની ચૂક્યું છે. અનેકવાર કલાકારો તેમના વર્તનથી એવા પરેશાન થઈ જાય છે પરંતુ મેનેજ કરી લેવું પડતું હોય છે. કેટલાય કલાકારો તો પાપારાઝીઓ પર ગુસ્સો કરતા પણ જોવા મળ્યા છે. ફીમેલ એક્ટર્સને કોઈ ખાસ પ્રકારના પોઝ આપવા માટે કહેવું અને તેમના બોડી પાર્ટ્સને ઝૂમ કરવા એ પણ એક અલગ પ્રકારની સમસ્યા છે. મૃણાલ ઠાકુર, પલક તિવારી અને તાપસી પન્નુ અનેકવાર પાપારાઝીઓને ઠપકારતી જોવા મળી છે. આ બધા વચ્ચે બોલ્ડ અને હોટ અભિનેત્રી નોરા ફતેહીએ હવે એક ઈન્ટરવ્યુમાં આ સમગ્ર બાબતે પોતાનું રિએક્શન આપ્યું છે.

નોરા ફતેહીએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે તેમણે આ પહેલા આવા હિપ્સ જોયા નથી. એવું જ લાગે છે. મીડિયા આવું ફક્ત મારી સાથે જ નહીં પરંતુ બીજા મહિલા કલાકારો સાથે પણ કરે છે. તેઓ તમારા હિપ્સ પર ઝૂમ નથી કરતા કારણ કે કદાચ તેવું કરવું એટલું એક્સાઈટિંગ નથી, પરંતુ તેઓ બાકી પ્રાઈવેટ પાર્ટ્સ પર કારણ વગર ઝૂમ કરે છે. અનેકવાર મને એવું લાગે છે કે અહીં ઝૂમ કરવાનું કોઈ ખાસ કારણ નહતું. તો પછી તેઓ કઈ ચીજ પર ફોકસ કરી રહ્યા છે?

નોરાએ કહ્યું કે કમનસીબે આવું બધુ જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાય છે. તેઓ બસ સોશિયલ મીડિયા એલ્ગોરિધમ સાથે રમી રહ્યા છે. મને ભગવાને એક સુંદર શરીર આપ્યું છે અને તમને તેના પર ગર્વ છે. મને તેના પર શરમ મહેસૂસ થતી નથી. અભિનેત્રીએ કહ્યું કે બની શકે કે ઝૂમ કરવા પાછળનો તેમનો ઈરાદો ખોટો  હોય પરંતુ તે એક  અલગ ચર્ચા છે. હું દરેકનો કોલર પકડીને તેને પાઠ ભણાવી શકું નહીં. પરંતુ હું એ જ રીતે ચાલુ છું જે રીતે હું ચાલુ છું અને હું મારા શરીરને લઈને ખુબ કમ્ફર્ટેબલ છું.

નોંધનીય છે કે નોરા ફતેહીની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તે કૃણાલ ખેમુની ફિલ્મ મડગાંવ એક્સપ્રેસમાં જોવા મળી હતી. ફિલ્મ 22 માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

(4:38 pm IST)