Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કરીના કપૂર ખાન પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં માણી રહી છે રજાઓ

મુંબઈ: બોલિવૂડ દિવા કરીના કપૂર ખાન હાલમાં તેના પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં રજાઓ માણી રહી છે.કરીનાએ પોતાના વેકેશનની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પ્રથમ તસવીરમાં કરીના જંગલ સફારી માટે કારમાં બેઠેલી જોવા મળી રહી છે. ફોટામાં, તે સ્નીકર્સ અને સનગ્લાસ સાથે ડેનિમ ડ્રેસમાં જોઈ શકાય છે.અન્ય એક તસવીરમાં તૈમૂર જીપથી થોડે દૂર ઉભેલા હરણને જોઈ રહ્યો છે. જો કે, તૈમુરનો નાનો ભાઈ જેહ અને તેના પિતા સૈફ અલી ખાન કોઈપણ તસવીરોમાં દેખાતા નથી.કરીનાએ તસવીરોને કેપ્શનમાં લખ્યું: "સાવાન્નાહ છોકરી અને છોકરો", "તાન્ઝાનિયા 2024."કરિના હાલમાં જ રિલીઝ થયેલી 'ક્રુ'માં જોવા મળી હતી. જેમાં તબ્બુ અને કૃતિ સેનન પણ તેની સાથે છે. તે હવે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન'માં જોવા મળશે.

(5:35 pm IST)