Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મોબાઈલ એપ્લિ. વોલેટમાંથી પૈસા તફડાવતી ગેંગ ઝડપાઈ

ઝારખંડની ગેંગને ઝડપી પાડવામાં આવી : સુરતમાં લાંબા સમયથી બેંકના કર્મચારીની ઓળખ આપી ગ્રાહકની વિગતો મેળવી છેતરપિંડી કરવામાં આવતી હતી

સુરત,તા. : સાયબર ક્રાઇમ દ્વારા ગૂગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ સર્ચ કરી તેની પાછળ નંબર એડ કરી કોલ અને મેસેજ કરી બેંકના કર્મચારી ઓળખ આપી  એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયો છે, લકી ડ્રો લાગ્યો છે જેવી વાતો કરી એટીએમ કાર્ડનો નંબર, એક્સપાયરી ડેટ અને સીવીવી  નંબર મેળવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતી આંતરરાજય સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની ગેંગને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરતમાં સતત છેલ્લા ઘણાં સમયથી સાંઠી બેંકના કર્મચારી ઓળખ આપીને લોકોના એટીએમ કાર્ડ  બ્લોક થઇ ગયા છે કહીને તેમની વિગત મેળવી છેતરપિંડીની સતત ઘટના બનતી હોવાની ફરિયાદ સામે આવતી હતી.

ત્યારે આવી એક ગેગે સુરતમાં સક્રિય હોવાનું ખબર પડતા પોલીસે આવી આંતરરાજય ગેંગેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સચિન-હજીરા રોડ સ્થિત ગભેણી નજીક બલેનો કાર નં. જેએચ-૧૦ બીવાય-૭૮૭૮ માં પસાર થતા સફાર મોહમદ બશીર અંસારી, મહંમદ મેહતાબ અશરફ અલી અંસારી , અબ્દુલ ગફાર મોહમદ બશીર અંસારી મો. અબ્દુલ સફીક મીયા અંસારી , મોહમદ સિરાજુદ્દીન નિઝામુદ્દીન અંસારી અકબર અજીમમીયા અંસારીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાળ્યા હતા. આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ, રોકડા રૂ. ૪૨ હજાર, ૨૮ નંગ સીમકાર્ડ, ડેબિટ કાર્ડ અને પાનકાર્ડ મળી કુલ રૂ. .૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો ઈસમોની પૂછપરછ કરતા ઈસમો ઝારખંડના રહેવાસી  હોવાનું સામે આવ્યું હતું. ઉપરોકત તમામ આરોપીઓ ગુગલ પર અલગ-અલગ રાજયના મોબાઇલ કોડ સર્ચ કરી તેમાં કોઇપણ નંબર એડ કરી કોલ કરતા હતા.

કોલ કરતી વખતે પોતાની ઓળખ બેંકમાંથી બોલે છે એમ કહી એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયો છે, તમને લકી ડ્રો લાગ્યો છે જેવી અલગ-અલગ કારણો જણાવી વાતોમાં ફસાવી બેંક એકાઉન્ટ સબંધિત માહિતી જેવી કે એટીએમ કાર્ડના ૧૬ ડિજીટ, એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર મેળવી લેતા હતાજે બાદ એકાઉન્ટ ધારકની જાણ બહાર પેટીએમ, ફોન પે, ગુગલ પે જેવી મોબાઇલ એપ્લિકેશન વોલેટમાંથી રોકડ તફડાવતા હતા તેવી કબૂલાત કરી હતી. જોકે, પોલીસે ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ કરતા ઈસમો વિરુદ્ધ ગુજરાતના આણંદ અને વડોદરા શહેર, મધ્યપ્રદેશના બૈતુલ અને માંદસોર જિલ્લા, રાજસ્થાનના દૌસા અને જયપુર જિલ્લામાં તેઓ વિરૂધ્ધ ગુના નોંધાયા હોવાની કબૂલાત કરી છે.

(9:09 pm IST)
  • મધ્યપ્રદેશમાં કેટલાય મોટા શહેરોના નામ બદલવાની તૈયારી : યોગીના પગલે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર અનેક મોટા શહેરના નામકારણ કરશે જેમાં ભારતીયતાની ઝલક દેખાશે: મુગલ અને અંગ્રેજરાજના પ્રતીક બનેલા શહેરના નામમાં સાંસ્કૃતિક બદલાવની તૈયારી : આ અગાઉ હોશંગાબાદનું નામ બદલી નર્મદાપુરમ કરાયું છે: સરકાર હવે ભોપાલને ભૂ -પાલ ,ગ્વાલિયરને ગોપનચાલ અને જબલપુરની જબાલીપુરમ નામ કરવાની તૈયારીમાં access_time 11:18 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા: બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં ૨૨ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:25 pm IST