Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ભારતને દરિયાઇ મહાસતા બનાવવાનો દ્રષ્ટિકોણ : રોજગારી ક્ષેત્રે વિકાસના મોજા

રાજકોટઃ ભારતનો લાંબો દરિયાકિનારો તમારી રાહ જોઈ રહ્યો છે. ભારતના મહેનતુ લોકો તમારી રાહ જોઈ રહયા છે. અમારા બંદરોમાં રોકાણ કરો. અમારા લોકોમાં રોકાણ કરો. ભારતને તમારી પસંદગીનું વેપાર સ્થળ બનાવો. વેપાર અને વાણિજય માટે ભારતીય બંદરોને 'પોર્ટ ઓફ કોલ' બનાવો.

આ શબ્દો છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના, જયારે તેઓ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ -૨૦૨૧ ના ઉદઘાટન વેળાએ વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહયા હતા. આ શબ્દો મહત્વાકાંક્ષી નવા ભારતની આકાંક્ષાઓને વ્યાખ્યાયિત કરે છે, એવું ભારત જે બંદરો અને દરિયાઇ ક્ષેત્રે તકોને ઝડપી લેવા આતુર છે.

કદની દ્રષ્ટિએ ૯૫% એકિઝમ વેપાર અને નોંધપાત્ર રોજગાર સર્જનને કારણે ભારતીય દરિયાઇ ક્ષેત્ર એ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. વૈશ્વિક દરિયાકિનારામાં ૧.૦૫% હિસ્સા અને નાણાકીય વર્ષ ૨૦૧૯ માં વૈશ્વિક દરિયાઇ વેપારમાં ૧૦.૪% હિસ્સેદારી સાથે ભારત વૈશ્વિક દરિયાઇ વેપારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વૈશ્વિક સ્તરે કુલ સાગરખેડૂ (અધિકારીઓ)માં ભારતે ૯.૦૩% યોગદાન આપ્યું છે, જે તેને શિપિંગ ઇકોસિસ્ટમનો એક અભિન્ન ભાગ બનાવે છે.

હું માત્ર એટલું કહીશ કે, વૈશ્વિક દરિયાઇ ક્ષેત્રમાં ભારતની સ્થિતિ આંતરરાષ્ટ્રીય વેપાર માટે મૂળભૂત છે. ભારતમાં વધતી જતી બંદર ક્ષમતા આ વેપારને સુવિધા પૂરી પાડે છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ માં, ભારતીય બંદરોની ક્ષમતા ૧,૨૮૧ એમટીપીએના ટ્રાફિકને સંચાલિત કરવા માટે ૨,૩૭૭ એમટીપીએની હતી. જેમાં ભારતના ૧૨ મોટા બંદરોની ક્ષમતાના ૧૫૧૪ એમટીપીએ છે અને નાણાકીય વર્ષ ૨૦૧૯ માં ૬૯૯ એમટીપી ટ્રાફિકનું વહન કર્યું છે, જે તેની કુલ ક્ષમતાના ૪૬.૨% નો ઉપયોગ દર્શાવે છે.

બીજી તરફ કુલ ક્ષમતામાં અન્ય બંદરોનો હિસ્સો ૮૬૩ એમપીટીએ છે અને ૫૮૨ એમટીપીએ ટ્રાફિકનુ વહન કર્યું છે, જે તેની કુલ ક્ષમતાના ૬૭્રુ નો ઉપયોગ દર્શાવે છે. આમ, ભારતને વૈશ્વિક દરિયાઇ વેપાર ઇકોસિસ્ટમમાં મોખરે લાવવા નીતિ, રોકાણ, કામગીરી અને તકનીકીમાં મહત્ત્વપૂર્ણ વૃદ્ઘિ ખૂબ જરૂરી છે.

ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદૃશ્યની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે દરિયાઈ સેકટરમાં ગતિશીલ વૃદ્ઘિ ચાલુ રાખવા માટે મેરીટાઇમ ઇન્ડિયા વિઝન ૨૦૩૦ (એમઆઈવી -૨૦૩૦)નો શુભારંભ કર્યો છે. એમઆઈવી ૨૦૩૦ ના અહેવાલ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ૨,૫૭૦ એમટીપીએ કાર્ગો ટ્રાફિકનું અનુમાન કરવામાં આવ્યું છે. આ વિઝનમાં ભારતીય સમુદ્રી ક્ષેત્રના તમામ પાસાઓને આવરી લેતી ૧૫૦દ્મક વધુ પહેલો ધરાવતી ૧૦ વિસ્તૃત થીમની રૂપરેખા રજૂ કરી છે તેમજ આ વિઝન રાષ્ટ્રીય દરિયાઇ ઉદ્દેશોને વ્યાખ્યાયિત કરવા અને તેને પહોંચી વળવા માટે એક વ્યાપક પ્રયાસ છે. આ તમામ પહેલો બંદર ઇકોસિસ્ટમ, બંદર કામગીરી અને સેવાઓ, જળમાર્ગ તથા શિપિંગ અને ક્રુઝના વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

વૈશ્વિક દરિયાઇ વેપારમાં દેશની મહત્વપૂર્ણ ભૂમિકા સુનિશ્ચિત કરવા બંદરોનું ઓટોમેશન, કાર્ગોની નિર્બાધ આવનજાવન અને પેપરલેસ ટ્રાન્ઝેકશન એ કોઈપણ દરિયાઇ દેશની ન્યુનતમ જરૂરિયાતો છે. હાલમાં, ડિજિટલાઇઝેશનનો અભાવ, રીઅલ-ટાઇમ માહિતીની ઉપલબ્ધતાનો અભાવ અને બંદર કાર્યવાહીના મર્યાદિત માનકીકરણ નિર્બાધ વેપારને નકારાત્મક અસર કરી રહ્યા છે. તેથી, ભારતીય મેરીટાઈમ ક્ષેત્રે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે જરૂરી પગલાઓની ઓળખ કરવામાં આવી છે. પ્રક્રિયાઓને ૧૦૦% પેપરલેસ બનાવવા માટે તમામ એકિઝમ હિતધારકો માટે એકલ સંકલિત પ્લેટફોર્મ તરીકે એક રાષ્ટ્રીય લોજિસ્ટિકસ પોર્ટલ (મરીન) શરૂ કરવામાં આવશે. આ પોર્ટલ સ્થાનિક શિપમેન્ટ ટ્રેકિંગ, કલાઉડ આધારિત દસ્તાવેજ સંચાલન, ડિજિટલ ચુકવણી વગેરે જેવી ઘણી ઈ-સુવિધાઓ પૂરી પાડશે. વધુમાં, મુખ્ય બંદરોને સ્માર્ટ બંદરોમાં રૂપાંતરિત કરવા માટે ૫૦ થી વધુ સ્માર્ટ હસ્તક્ષેપો જેવા કે રખરખાવની આગોતરી જાણકારી, સ્વચાલિત કવે ક્રેન્સની ફાળવણી વગેરેની ઓળખ કરવામાં આવી છે.

વધુમાં, પ્રાદેશિક દરિયાઇ સહકાર અને વેપાર વધારવા માટે, બંગાળ ખાડી બહુ ક્ષેત્રીય તકનીકી અને આર્થિક સહયોગ ઉપક્રમના (BIMSTEC) પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના ભારતમાં કરવાની યોજના છે. આ કેન્દ્ર બિમસ્ટેક દેશો સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર રોકાણ અને પરસ્પર વેપાર સંધિઓ કરવાનું સરળ બનાવશે. અન્ય વિકાસશીલ દેશોને સહાયના ભાગરૂપે ભારતની મૂળ ક્ષમતાઓ જેવી કે આઈટી, નૌકાદળ આર્કિટેકચર, અને દરિયાઇ તાલીમ વગેરેના વિકાસ અને નિકાસ માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે.

ભારત પાસે વિવિધ આંતરિક જળ પરિવહનના (આઈડબ્લ્યુટી) વિકલ્પો પણ છે, જેમાં નદીઓ, નહેરો, બેકવોટર, ખાડીઓ અને ભરતીનો સમાવેશ થાય છે. જે વૈકલ્પિક, પર્યાવરણને અનુકૂળ, ઓછા સંચાલન ખર્ચ સાથે માલવાહક લોજિસ્ટિકસ અને મુસાફરોના પરિવહન માટેની સુવિધા પૂરી પાડે છે. આગામી ૧૦ વર્ષના લક્ષ્યાંક તરીકે, સરકારે ૨૩ રાષ્ટ્રીય જળમાર્ગોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં પૂરતો ટ્રાફિક મળવાની નોંધપાત્ર સંભાવના છે. રાષ્ટ્રીય જળમાર્ગ ૧ (ગંગા-ભગીરથી-હુગલી સિસ્ટમ) અને રાષ્ટ્રીય જળમાર્ગ ૨ (બ્રહ્મપુત્રા નદી) ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પડોશી દેશોને ભારતના અંતરિયાળ ભાગ સાથે જોડે છે. આ જળમાર્ગોને જોડીને ઇસ્ટર્ન વાઙ્ખટરવેઝ કનેકિટવિટી ટ્રાન્સપોર્ટ ગ્રીડ બનાવવાની યોજના છે, જે બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર અને નેપાળ જેવા દેશો સાથે વાજબી ખર્ચે એકિઝમ સુવિધા પૂરી પાડશે.

વિઝન દસ્તાવેજના ભાગરૂપે ક્રુઝ ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં વિકાસ ક્ષમતાની (બંને નદી અને સમુદ્ર ક્રુઝ) પણ ઓળખ કરવામાં આવી છે. આ હેતુ માટે, સરકારે પહેલાથી જ બંદર શુલ્કનું તર્કસંગતકરણ, વિદેશી જહાજો માટે તટ વેપાર શુલ્કમાં (કેબોટાજ) રાહત , ઝડપી ઇમિગ્રેશન અને ક્રુઝ ટર્મિનલ્સના વિકાસ જેવા અનેક પગલા લીધા છે. આના વધુ વિકાસ માટે, સેકટર થીમ્સ-આધારિત દરિયાકાંઠા અને ટાપુ સર્કિટ્સની પ્રાધાન્યતાના આધારે ઓળખ કરવામાં આવી છે.

અંત : આ વિઝનનો હેતુ દેશની દરિયાઇ સ્થિતિ અને વૈશ્વિક બજારમાં ભારતીય સાગરખેડૂઓનો હિસ્સો વધારવાનો છે. દરિયાઇ વેપારમાં થયેલા વિકાસથી બંદરોની કામગીરી ક્ષમતાઓમાં ઉત્ક્રાંતિ થશે. તદનુસાર, ઉદ્યોગ અગ્રણીઓ સાથે ભાગીદારીમાં દરિયાઇ કુશળતા પર કેન્દ્રિત નવા તાલીમ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ પગલાં આપણા યુવાનો માટે નોકરીની ઘણી તકો ખોલશે.

આ વિઝન ભારતીય દરિયાઇ ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે અને વિશ્વ કક્ષાના સ્તરે લઈ જશે જે ભારતને દરિયાઇ મહાસત્ત્।ા બનવવામાં સક્ષમ બનાવશે. દરિયાઇ ક્ષેત્રમાં વધારાની ૨૦,૦૦,૦૦૦ થી વધુ નોકરીઓ સર્જાવાની સંભાવના છે, જે ૫ ટ્રિલિયન ડોલર તરફ આગળ ધપી રહેલી આપણી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકશે. (૨૨.૧૪)

-મનસુખ માંડવિયા

કેન્દ્રીય શીપીંગ મંત્રી

નવી દિલ્હી

(2:47 pm IST)