Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સચિન જીઆઈડીસીના ઉન ભીંડીબજારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા

જૂની અદાવતમાં ત્રણ થી ચાર જણાએ હુમલો કર્યો હોવાનું તારણ : . એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરતો મૃતક ફિરોઝ બિહારનો વતની: પરિવારમાં બે ભાઈ એક બહેન તેમજ માતા-પિતા

સુરત શહેરના સચીન જીઆઇડીસી પોલીસ મથકની હદમાં આવેલા ઉન ભીંડીબજાર વિસ્તારમાં બુધવારે લોહિયાળ ઘટના બની હતી. જેમાં એક યુવાન પર ત્રણ યુવાનો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા જેમાં યુવાનનું મોત થયુ હતું

સુરત શહેરમાં દિન પ્રતિ દિન ક્રાઇમ રેટ વધી રહ્યો છે ત્યારે શહેરના સચીન જીઆઇડીસી પોલીસ મથકની હદમાં ઉન ભીંડીબજાર વિસ્તારમાં ચા ની દુકાન પાછળ આવેલા એક ખંડેરમાં એક યુવક પર ત્રણથી ચાર યુવાનોએ ચપ્પુના ઘા વડે હુમલો કર્યો હતો જેના કારણે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ યુવક પર જૂની અદાવતમાં ત્રણ થી ચાર જણાએ હુમલો કર્યો હોવાની વિગત જાણવા મળી છે.યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલે લઈ જતા હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાના પગલે સચીન જીઆઇડીસી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટના અંગે મળેલી જાણકારી મુજબ મૃતક ફિરોઝ બિહારનો વતની હતો. તેના પરિવારમાં બે ભાઈ એક બહેન તેમજ માતા-પિતા છે. એમ્બ્રોઈડરીના કારખાનામાં તે કારીગર તરીકે કામ કરતા ફિરોઝને ચપ્પુના ઘા મરનાર એના મિત્રો જ હોવાનું જાણવા મળ્યું છે. હજુ વધૂ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(10:17 pm IST)