Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અરવલ્લીના માલપુર પંથકમાં એકતરફી પ્રેમમાં યુવતીના મોઢા પર હુમલો કરી યુવક ભાગી ગયો

મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ : યુવક્ની શોધખોળ

અરવલ્લી : જિલ્લાના માલપુર તાલુકાના એક ગામે એકતરફી પ્રેમમાં અંધ બનેલ યુવાને યુવતીના મોઢાનાં ભાગે હુમલો કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી. આ ઘટનામાં યુવતીને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા પરિવારજનોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી હતી. આ અંગેની જાણ માલપુર પોલીસને થતાં માલપુર પોલીસે યુવક શૈલેષ કાંતિભાઈ પટેલીયા સામે ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(12:18 pm IST)