Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરત શહેર માટે મુખ્યમંત્રી વિજયભાઈનો ઐતિહાસિક નિર્ણય: વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-ર૦૩પને મંજૂરી

મનપા અને સુડાની 1085 ચો,કિમિ જમીનના ફાયનલ ડેવલપમેન્ટ પ્લા નને લીલીઝંડી : આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે

સુરત :શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-2035ને મુખ્યમંત્રીએ મંજૂર કર્યો છે. મહાનગરપાલિકા અને સુડાની 1085 ચો કિમી જમીન ઉપલબ્ધ કરવામાં આવશે. સુરતની 850 હેક્ટર જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. સુરતની ડીપી સ્કીમ મંજૂર થતા સુરત મહાનગરપાલિકા માટે વિકાસની તકો ખુલશે. અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ કામરેજ-પલસાણા સુધી 50 ચોરસ કિમી વિસ્તારમાં હાઇ રેસિડેંસી, કોમર્શિયલ ડેવલપમેન્ટ થશે.

30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકો ખુશ થઇ જશે. ખેડૂતો-જમીન માલિકોના વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી આપશે. DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા ખૂલશે.

કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બુલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે. સુરત મહાનગર માં વધુ સુવિધાસભર આંતર માળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીનાં નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે.

(1:57 pm IST)