Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ડીજીટલ સેવા સેતુના માધ્યમથી નવા યુગનો પ્રારંભ : નીતીનભાઇ પટેલ

મહેસાણા જીલ્લાના મેડાઆદરજ ગામેથી ડીજીટલ સેવા સેતુનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી : તબકકાવાર જીલ્લાના તમામ ગામોને આવરી લેવાશેઃ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ પ્રધાનમંત્રીશ્રીનું ડિઝીટલ ઇન્ડિયા મિશન પાર પાડવાના હેતુસર ડીઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગિરકોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર આપના દ્વારે આવી છે તેમ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે ડિઝીટલ સેવા સેતુ પ્રારંભના કાર્યક્રમમાં   તેઓએ જણાવ્યું હતું કે ડિઝીટલ સેવાસેતુ ના મહત્વપૂર્ણ ટેકનોલોજી આધારિત જનહિત સેવાકાર્યની સરકારની પ્રતિબદ્ઘતા સાકાર થઇ રહી છે.તેમણે ઉમેર્યું હતું કે પ્રજાલક્ષી અભિગમ સાથે સરકાર નાગિરકોને સેવાઓ સરળતાથી ઘરઆંગણે મળે તે માટે કટિબધ્ધ છે.

 નીતીનભાઇએ ઉમેર્યું હતુ કે પારદર્શી-નિર્ણાયક-સંવેદનશીલ-પ્રગતિશીલ સરકારનો ધ્યેય ડિઝીટલ સેવા સેતુથી મૂર્તિમંત થયો છે. ગ્રામીણ પ્રજાજનોને રોજ-બરોજની સેવાઓ પ્રમાણપત્રો માટે તાલુકા-જિલ્લામથકે જવું નહિ પડે-ગ્રામ પંચાયતમાં જ નજીવી ફી થી મળશે દ્યરઆંગણે સુવિધા મળથી થશે જેનાથી નાગરિકોના સમય અને ખર્ચમાં બચત થનાર છે.

 જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે છેવાડાના માનવીને પારદર્શક અને સરળતાથી સેવા મળી રહેતે માટે ગુજરાતે એ.ટી.વી.ટીના માધ્યમથી પહેલ કરી હતી જેમાં ૨૨૫ પ્રકારની સેવાઓ ઉપલ્બધ છે.આ ઉપરાંત સેવા સેતુના માઘ્યમ થકી સરકાર આપના દ્વારે કાર્યક્રમ સાથે મહેસાણા જિલ્લામાં સેવાસેતુ થકી ગ્રામ્ય કક્ષાએ ૧૪,૪૨,૦૦૦ શહેરી કક્ષાએ ૪,૨૫,૦૦૦ સેવાઓનો હકારત્મક નિકાલ કરાયો છે.આ સેવા સેતુ આજે ડિઝીટલ સેવા સેતુ બની ગ્રામ્યક્ષેત્રે નવીન સેવાઓ ઉમેરવાથી નાગિરકોને સીધો ફાયદો થનાર છે.

 મહેસાણા જિલ્લામાં આજે ડિઝીટલ સેવા સેતુના માધ્યમ થકી જિલ્લાના ૧૨૭ ગામોને આવરી લેવામાં આવેલ છે.આગામી સમયમાં તબકકા વાર ડિઝીટલ સેવા સેતુનો લાભ તમામ ગામોને મળનાર છે.મહેસાણા જિલ્લામાં ડિસેમ્બર સુધીમાં ૫૭૯ ગામોને ફાઇબર નેટવર્કથી જોડી સેવાઓને લાભ મળતો થનાર છે.

 આ  સેવાઅંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે. આ ઉપરાંત ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.

 તદઅનુસાર, Oaths Act ૧૯૬૯ની કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્ત્।ાઓ આપવામાં આવી છે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.

 કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,ડિસ્ટ્રીક બેન્ક ચેરમેન વિનોદભાઇ પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી,પ્રાન્ત અધિકારી કડી કેતકીબેન વ્યાસ સહિત જિલ્લાના અધિકારીઓ,  પદાધિકારીઓ,ગ્રામજનો, સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)