Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વડોદરામાં ડિવોર્સી યુવક સાથે લગ્નનું તરકટ રચી મહિલા રૂપિયા ખંખેરી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના ડિવોર્સી યુવક સાથે લગ્નનું તરકટ રચી મહિલા ગેંગ દ્વારા રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હોવાનો કિસ્સો બન્યો છે.

ન્યુ સમા રોડ વિસ્તારમાં જલારામ હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા અને અમૂલ ડેરીમાં નોકરી કરતા જૈમીન પરમાર નામના ડિવોર્સી તેના પરિચિતોને બીજા લગ્ન માટે વાત કરતા એક સંબંધીએ વિપુલભાઈ નામના શખ્સ નો સંપર્ક કરાવ્યો હતો. વિપુલભાઈ મહેતા ફેબ્રુઆરી માસમાં તેની સાથે હાથીખાના વિસ્તારની અફસાના બાનુ સૈયદ નામની મહિલાને લઈ ઘેર આવ્યા હતા અને યુવતીઓના ફોટા બતાવ્યા હતા. પરંતુ જૈમીન ને યુવતી પસંદ પડી હતી.

તા 30 જુલાઈએ અફસાના બાનુ અને શોભનાબેન જાદવ જૈમીનના કેર આવ્યા હતા અને શોભનાબેનની ભીણી ઉષા તેજરાવ પાટીલ નામની અનાથ યુવતી વિશે વાત કરતાં યુવકે લગ્નની તૈયારી બતાવી હતી. વખતે અફસાના બાનુ અને શોભનાબેને યુવતી ની તમામ જવાબદારી લીધી હતી.

(5:07 pm IST)