Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરત : ઉત્તરપ્રદેશના વારાણસીથી સુરતના ઉમરવાડામાં માર્કેટમાં યુવતી સાથે કામ કરતા નરાધમ યુવકે છેડતી કરતા પોલીસ ફરિયાદ

સુરત:ઉત્તરપ્રદેશના વારાણસીથી સુરતના ઉમરવાડા સ્થિત જૂની બોમ્બે માર્કેટમાં ખરીદી માટે ગયેલી યુવતીની દુકાનમાં કામ કરતા યુવાને ચોળી પહેરાવતી વખતે છેડતી કરતા યુવતીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશના વારાણસીમાં રહેતી અને ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતી 24 વર્ષીય યુવતી કામના ( નામ બદલ્યું છે ) બે દિવસ અગાઉ સવારે ખરીદી માટે સુરત આવી હતી અને રાત્રે વરાછા જૂની બોમ્બે માર્કેટની સામે રેનબસેરામાં રોકાઈ હતી. ગત સવારે સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટમાંથી સાડી અને ડ્રેસની ખરીદી કરી સાંજે જૂની બોમ્બે માર્કેટ નજીક ગ્લોબલ માર્કેટ અને નવી બોમ્બે માર્કેટમાંથી પણ સાડી અને ડ્રેસ મટીરીયલ ખરીદી જૂની બોમ્બે માર્કેટમાં ખરીદી માટે પહોંચી હતી. ડી/32 માં એંજલ નામની દુકાનમાં કામનાને એક ચોળી પસંદ પડતા ત્યાં કામ કરતો શૈલેષ રૂપચંદજી જૈન ( ..30, રહે.ઘર નં.112, મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, રાધાકૃષ્ણ મંદિર પાસે, વરાછા, સુરત ) ચોળી પહેરાવવા માંડયો હતો.

(5:08 pm IST)