Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરતમાં 15 જ મિનિટમાં રવિ સંકુલ સોસાયટી નજીકથી માતા-પુત્રીને નિશાન બનાવી ચેઇન સ્નેચરો 75 હજારની કિંમતની સોનાની ચેઇન આંચકી રફુચક્કર

સુરત:શહેર પોલીસને પડકાર ફેંકી રહેલા ચેઇન સ્નેચરો ગત રોજ ઘોડદોડ રોડ પર ત્રાટકયા તેની 15 મિનીટમાં ભટાર રવિ સકુંલ સોસાયટી પાસેથી મોપેડ પર પસાર થઇ રહેલી માતા-પુત્રીને નિશાન બનાવી રૂા. 75 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ફરાર થઇ ગયા હતા.

ઘોડદોડ રોડ સ્થિત એલ.બી ફાયર સ્ટેશનથી રૂપાલી નહેર તરફ જઇ રહેલા દંપતીને નિશાન બનાવી સોનાની ચેઇન આંચકનાર સ્નેચરો માત્ર 15 મિનીટમાં ભટાર રોડ સ્થિત ધીરજ સન્સ નજીક રવિ સકુંલ સોસાયટીના ગેટ પાસે ત્રાટકયા હતા

ગૃહિણી આશાબેન નરેન્દ્ર શુકલા (.. 39 રહે. ઘર નં. 1301, પલ રેસીડન્સી, શિવ સોમેશ્વર એન્કલેવની બાજુમાં, અલથાણ કેનાલ રોડ) પુત્રી રિયા સાથે એક્ટિવા મોપેડ નં. જીજે-5 એલજે-1137 પર જઇ રહ્યા હતા. ત્યારે આશાબેને ગળામાં પહેરેલી સોનાની રિયલ ડાયમંડના પેન્ડલ સહિતની બે ચેઇન કિંમત રૂા. 75 હજાર મત્તાની આંચકી મોટરસાઇકલ સવાર સ્નેચર પુર ઝડપે હંકારી ભાગી ગયા હતા

(5:10 pm IST)