Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મહેસાણા: ફેસબુક પર લોભામણી જાહેરાતમાં આવી સસ્તામાં બાઈક ખરીદવાની લાલચમાં વેપારીને 45 હજાર ગુમાવવાની નોબત આવી

મહેસાણા: શહેરમાં ફેસબુક ઉપર લોભામણી જાહેરાત જોયા બાદ નકલી આર્મીમેન પાસેથી સસ્તા ભાવે મોટરસાયકલ ખરીદવાની લાલસામાં નંદાસણના એક વેપારીએ છેતરપીંડીનો ભોગ બનીને રૃ.૪૫ હજાર ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ તપાસમાં કસબ અજમાવનાર  ત્રણ ગઠીયા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

કડીના કરણનગર રોડ પર રહેતા અને નંદાસણમાં બ્રહ્માણી ટ્રેડર્સ નામની બિલ્ડીંગ મટીરીયલ્સની દુકાન ધરાવતા વેપારી દશરથ અંબાલાલ પ્રજાપતિએ થોડાક દિવસો પહેલા ફેસબુક ઉપર રૃ.૫૦ હજારની કિંમતમાં એક મોટરસાયકલ વેચાણ આપવાની છે તેવી જાહેરાત જોઇ હતી. જેની ઉપર દર્શાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરતાં સામેથી રાકેશ જંયતીલાલ શેઠ નામના વ્યક્તિઓ પોતે આર્મી ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. બન્ને વચ્ચે બાઇકની કિંમત રૃ.૪૫ હજાર નક્કી થઇ હતી. ત્યારબાદ રાકેશ શેઠે આર્મિ કેન્ટોનમેન્ટ ઝોનમાંથી બાઇક બહાર કાઢવા ટ્રાન્સપોર્ટ રસીદ પેટે રૃ.૩૧૫૦ની માંગ કરતા વેપારીએ રકમ ઓનલાઇન ટ્રન્સફર કરી હતી.

(5:12 pm IST)