Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગાંધીનગરમાં રખિયાલ પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલ કારનો પીછો કરી ત્રણ શખ્સોને ઝડપી 5.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:શહેર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે રખિયાલ પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. ખેપિયાઓએ ગ્રામ્ય વિસ્તારમાં ગાડી ભગાડી રસ્તામાં દારૂ સંતાડી દીધો હતો. જો કે પોલીસે પીછો કરીને કારમાં સવાર ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને સંતાડાયેલો દારૂ પણ કબ્જે કરી કુલ .૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને આવા દારૂ ભરેલા વાહનોનો પીછો કરતો હોય છે ત્યારે રખિયાલ પોલીસને બાતમી મળી હતી કે બાયડ તરફથી આવી રહેલી જીપ જીજે-૦૧-એચઝેડ-ર૩૪૫માં દારૂનો જથ્થો ભરેલો છે અને તે દહેગામ તરફ જઈ રહી છે જે બાતમીના પગલે પોલીસ ટીમે કડજોદરા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી જીપ આવતાં તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. જો કે કાર ઉભી રહી નહોતી અને દહેગામ તરફ ભાગી હતી. જેથી પોલીસે તેનો ફીલ્મી ઢબે જીપનો પીછો કર્યો હતો અને તે દરમ્યાન ખેપિયાઓએ ગ્રામ્ય વિસ્તારના એક નાળાંમાં પેટી દારૂ સંતાડીને ભાગવા લાગ્યા હતા. જો કે પોલીસે જીપ સાથે શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં વિક્રમ ચંદુભાઈ ઠાકોર રહે.બોડકદેવ, સુનિલ રામરતન અરોરા રહે.થલતેજ અને જગદીશ લાભચંદ્ર બારોટ રહે.થલતેજનો સમાવેશ થાય છે. તેમણે સંતાડેલો પેટી દારૂ પણ કબજે કરી કુલ .૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

(5:13 pm IST)