Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમદાવાદ :સાબરમતી ટર્મિનલને વાઇબ્રન્ટ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવાશે

મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે વિશેષ આયોજન

અમદાવાદ : મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે અમદાવાદ અને સાબરમતી પર એચએસઆર (HSR) સ્ટેશનો સહિત આણંદ અને સાબરમતી વચ્ચે આશરે 18 કિમી ખાઇપૂલ (વાયાડક્ટ) ની ડિઝાઇન અને નિર્માણ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન હરાજીઓ (બિડ્સ) આવકારે છે. આ પાટાઓ 6 (છ) સ્ટીલ ટ્રુસ બ્રીજ સહિત 31 ક્રોસિંગ બ્રીજ પણ ધરાવે છે. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પશ્વિમ રેલ્વેનાં અમદાવાદ જંક્શન રેલ્વે સ્ટેશનથી પસાર થશે અને અમદાવાદ સ્ટેશનની સરસપુર બાજુ સાથે જોડાણ કરવામાં આવશે. અમદાવાદ હાઈ સ્પીડ રેલ સ્ટેશનનું નિર્માણ પ્રવર્તમાન રેલ્વે પ્લેટફોર્મ નં. 11 અને 12 પર કરવામાં આવશે.
રેલ પરિવહનનાં અન્ય મોડ્સ સાથે એચએસઆર સ્ટેશનનાં સીમારહિત જોડાણને સુનિશ્ચિત કરવા માટે, એનએચએસઆરસીએલ દ્વારા અમદાવાદ માટે વપરાશકર્તા માટે સાનુકૂળ હોય તેવા સ્ટેશનનાં લેઆઉટની રચના કરવામાં આવી છે. પ્રવર્તમાન રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુએ પ્રવાસીઓનાં આવાગમન માટેની સંકલિત ઇમારતનું આયોજન કરવામાં આવ્યું છે. ઇમારત એસ્કેલેટરો અને એલીવેટરોથી સુસજ્જ હશે અને બૂકિંગ ઓફિસ, પેસેન્જર લોબી, ચા/કોફીનાં કીઓસ્ક જેવી પ્રવાસીઓને સાનુકૂળ સુવિધાઓ અને અન્ય સુવિધાઓ ધરાવશે.
 આ સંકલિત ઇમારત આઇઆર (IR) પ્લેટફોર્મ અને સરસપુર બાજુ પરનાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનાં આવાગમન માટે પ્રવાસીઓને સુવિધા પ્રદાન કરવા પ્રવર્તમાન પશ્વિમ રેલ્વેનાં ફૂટ ઓવર બ્રીજ સાથે જોડાણો કરશે.

(8:56 pm IST)