Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમદાવાદ મ્યુનિ .કોર્પોરેશને આર્મી જવાનનું ઘર નોટિસ વગર જ તોડ્યું

અમદાવાદના કુબેરનગરનો મામલો

અમદાવાદ,તા.૮ : કુબેરનગરના કૈકાડીવાસમાં રહેતા ઇન્ડિયન આર્મી જવાનનું મકાન અમદાવાદ મ્યુનિ.કોપો.એ  કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના ઘર તોડી પાડતા જવાન અને તેમના  પરિવારજનો માં રોષની લાગણી જોવા મળી છે. ઇન્ડિયન આર્મી ના જવાન ભુપેન્દ્રસિંગ પ્રવિનસિંગ રાઠોડ જે સિક્કિમ બોર્ડર પર ફરજ બજાવી રહ્યો છે.તેમના ઘરની સામે  પ્રહલાદભાઈ પરમારએ બી.આર. આંબેડકર લો કોલેજ ની ગેરકાયદેસર ઇમારત રહેણાંકના સ્થાને ઉભી કરી છે. સત્તાનો ઉપયોગ કરી પોતાની કોલેજને ખુલો રસ્તો મળે તે માટે મ્યુનિ.કોર્પો.સત્તાનો દુરુપયોગ કરી એક ફોઝીનો મકાન તોડી પડ્યો છે.દેશનિ સુરક્ષા કરવા એક ફોઝી પોતાનો પરિવારને એકલા મૂકી દુશ્મન સામે લડી રહ્યા છે ત્યારે મોદી સરકાર એક ફોઝી નો મકાન તોડી પાડતા તેનો પરિવાર રસ્તા પર આવી ગયો છે.આ દેશમાં હવે કોઈ સુરક્ષિત નથી..આ સરકાર હવે ધારે તેનો મકાન તોડી પાડી શકે છે.એક આર્મી જવાન નો મકાન તોડી આ સરકાર શુ સાબિત કરવા માંગે છે.તે જોવાનું રહ્યું.

 

(9:47 pm IST)