Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

"અકિલા" ના અહેવાલ બાદ રાજપીપળા એસટી ડેપોમાં સફાઈ મામલે અધિકારીઓએ પગલાં લેતા સફાઈ થઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા એસટી ડેપોમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઈ કર્મીઓ પગાર બાબતે 3 દિવસ કામગીરી બંધ કરતા ડેપોના પ્લેટફોર્મ પર અસહ્ય ગંદકી જોવા મળતા મામલે "અકિલા" માં અહેવાલ પ્રસિદ્ધ થતાંજ ડેપો સત્તધીશોની ઊંઘ ઊડી અને મામલે પગલાં લેતા બીજાજ દિવસે રાજપીપળા એસટી ડેપોમાં સફાઈ કામદારો કામ પર ચઢી જતા ડેપોમાં યોગ્ય સફાઈ થઈ હતી.જેમાં આવતા જતા મુસાફરો અને હજાર સ્ટાફે રાહત મેળવી હતી.
 
જોકે જિલ્લા બહારના કોન્ટ્રાક્ટર પગાર બાબતે યોગ્ય ધ્યાન આપતા રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઘણી કચેરીઓમાં પણ આવી તકલીફો વારંવાર જોવા મળતી હોવાથી લાગતા વળગતા અધિકારી ઓએ બાબતે ખાસ તકેદારી રાખી કામદારોને નિયમિત પગાર મળે બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ જરૂરી છે.

(10:05 pm IST)