Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

નાંદોદ તાલુકાના ભદામ ગામે ડિજિટલ સેવા સેતુના કાર્યક્રમમાં જ કનેક્ટિવિટીના ધાંધિયા જોવા મળ્યા !!

મુખ્યમંત્રીના ડિજિટલ કાર્યક્રમમાં જ આવો પ્રશ્ન ઉભો થતો હોઈ તો જિલ્લાના 8000 ગામોને ડિજિટલ સેવા સેતુ થકી જોડવાની વાત કેવી રીતે સફળ થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન નાંદોદના ભદામ ગામે રાખવામાં આવ્યું હતું જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા જોકે મુખ્યમંત્રી એ ગાંધીનગરથી ડિજિટલ સેવા સેતુનું લોકર્પણ કરાવ્યું હતું ત્યારે જિલ્લાના લોકો પાસે ગ્રામ પંચાયતમાંથી ડિજિટલ માધ્યમ દ્વારા કાગળીયા મળે છે કે નહિ તે બાબતે અભિપ્રયા અને ડિજિટલ માધ્યમ થી સંવાદ કરવાના હતા જેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી મુખ્યમંત્રીની હાલત થઈ હતી. કોઈપણ વ્યક્તિ સાથે સંવાદ ન થયો અને મુખ્યમંત્રીએ જાતે જ કેહવું પડ્યું કે " અરે છોડો બધું કનેક્ટ નથી થાતું " જો મુખ્યમંત્રીના કાર્યક્રમ માં જ આવો પ્રશ્ન ઉપસ્થતિ થતો હોઈ તો જિલ્લાના 8000 ગામોને ડિજિટલ સેવા સેતુ થકી જોડવાની વાત છે એ કેવી રીતે સફળ થશે.?

 હાલ તો નર્મદા જિલ્લાના 48 ગામોને જોડ્યા છે પણ એ ગામોમાં પણ નેટવર્ક ની સમસ્યા તો છે. ત્યારે મુખ્યમંત્રીના આ કાર્યક્રમ માં કનેક્ટિવિટી બાબતે કાર્યક્રમમાં હાજર રહેલાં સાંસદ મનસુખ વસાવાને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હા કનેકટીવીટીનો પ્રશ્ન છે જેથી આવું બન્યું જયારે નર્મદા જિલ્લાના 100 થી વધુ ગામોમાં કનેક્ટિવિટી જ નથી અને ખાસ કરીને સાંસદના મત વિસ્તારના જ ગામો છે ત્યારે સાંસદે જણાવ્યું કે આ પ્રથમ કાર્યક્રમ થી જ સરકાર પણ બોધપાઠ લેશે અને અમને પણ મુદ્દો મળ્યો છે કે અમે પણ કનેક્ટિવિટી બાબતે રજૂઆત કરી શકીશું.

 ભદામ ગામના રમેશ પટેલ દ્વારા મનસુખ વસાવાની હાજરી માં જ જાહેરમાં જ કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રીના કાર્યક્રમ જ કનેક્ટિવિટી નથી તો આમારા ગામમાં જયારે કટિયા કે બીજા કોઈપણ કાગળ કઢાવવા આવીએ છે તો નીકળતા જ નથી નેટવર્ ની સમસ્યા રહે છે જેથી પેહલા પાયા ની સુવિધા ઉભી કરો પછી આવા કાર્યક્રમ કરો.

(10:21 pm IST)