Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજધાની એક્સપ્રેસમાંથી છ કેસ સહીત અમદાવાદ આવતા મુસાફરોમાં કોરોનાના 8 પોઝીટીવ કેસ મળ્યા

કુલ 1190 મુસાફરોના ટેસ્ટ કરાયા : ગોરખપુર એક્સપ્રેસમાંથી મળ્યો એકપણ કેસ ના મળ્યો :2 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં અને છ દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરાયા

 

અમદાવાદઃકાલુપુર સ્ટેશને ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસો  ન મળ્યો. જો કે જુદી જુદી ટ્રેનોના મુસાફરોની આજે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં બુધવાર જેટલાં જ 8 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.

 રાજધાની એક્સપ્રેસમા રાબેતામુજબ સૌથી વધુ છ કોરોનાપોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આજે શોધાયેલા 8 કેસોમાંથી 6 કેસો રાજધાની એક્સપ્રેસમાંથી મળી આવ્યા હતા. આજે 1190 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 8 કેસો મળી આવ્યા હતા.

આ 8 કેસો પૈકીના માત્ર 2 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાઇરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(11:38 pm IST)