Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વડોદરાના સમા વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરોએ મકાનને નિશાન બનાવી 12 તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના સમા વિસ્તારમાં ગઇ રાતે ત્રાટકેલા ચોરો ૧૨ તોલના સોનાના દાગીના ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સમા રોડના શિવમ પાર્ટી પ્લોટ પાછળ સન રેસિડેન્સીમાં રહેતા વિણાબેન ટાપરીયાએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાતે અમારા મકાનનું ઇન્ટરલોક તોડી ત્રાટકેલા ચોરો પહેલા માળે ઘૂસી આવ્યા હતા.

ચોરોએ આઠ તોલાની ચેઇન અને વિંટી તેમજ ચાર તાલોના બ્રેસલેટની ઉઠાંતરી કરી હતી.જો કે પોલીસે દાગીનાની કિંમત માત્ર રૃા..૮૦ લાખ દર્શાવી છે.

સમા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.પરમારે કહ્યંુ હતું કે,પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતાં ચાર શકમંદો નજરે પડયા છે.પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(6:50 pm IST)