Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સહકાર વિભાગનો એક સિતારો ખરી પડયોઃ સંયુકત રજીસ્ટ્રાર એ.કે.ભટ્ટનું આકસ્મિક નિધન

સહકાર ખાતામાં પોતાની ઉમદા કામગીરીથી એક આગવી ઓળખ ઉભી કરી'તીઃ લોકપ્રિય પ્રમાણિક અધિકારીએ ઓંચિતી વિદાઇ લેતા સહકાર વિભાગ શોકાતુર

રાજકોટ, તા.૧૫: મૂળ ગોંડલના વતની અને સહકાર ખાતામાં વિવિધ પદો પર ઉમદા કામગીરીથી પોતાની એક અલગ ઓળખ ઉભી કરનાર સહકાર ખાતાના સંયુકત રજીસ્ટ્રાર એ.કે.ભટ્ટનું તાજેતરમાં આકસ્મિક અવસાન થતાં સમગ્ર સહકાર વિભાગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સ્વ.શ્રી ભટ્ટ સાહેબ સંયુકત રજીસ્ટ્રાર 'વિભાગીય' અમદાવાદ તરીકે ફરજ બજાવતા હતા તે ઉપરાંત મુખ્ય કાર્યપાલક અધિકારી અન્વેષ સમિતી (દુધ) અમદાવાદ નિયામકથી એ.પી.એમ.સી. ગાંધીનગર અધિક રજીસ્ટ્રાર શ્રી અખીલ ગાંધીનગરની વિશેષ જવાબદારી સંભાળતા હતા. વધુમાં તેઓએ સહકાર ખાતાના ગેઝટેડ યુનિયનના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળતા હતા.

સ્વ. શ્રી ભટ્ટ સાહેબ, સરળ સ્વભાવના લાગણીશીલ અને મહેનતુ અધિકારી હતા.

આથી ભટ્ટ સાહેબની ટુંકી માંદગીથી દુઃખદ અવસાન થતા રાજયના સહકાર ખાતાને કદીએ પુરી ન શકાય તેવી ખોટ પડેલ છે.

રાજયના સહકાર ખાતાના અધિક રજીસ્ટ્રાર  (વહિવટ)થી પણ વિશેષ જવાબદારી સંભાળેલ હતી.

વહીવટમાં પારંગત હતા અનેક જવાબદારીના ભાર સાથે કુનેહપૂર્વક કામગીરી હંમેશા હકારાત્મકતાનું વલણ ધરાવતા કર્મચારીઓના આદરણીય અધિકારી હતા.

સહકાર ખાતાના ઝળહળતા દિવા સમાન સ્વ.શ્રી ભટ્ટ સાહેબ સહકાર પરિવાર વચ્ચે રહ્યા નથી ને હજી સુધી કોઇ માની શકતા ન હોય કર્મચારીઓએ તેમના આદરણીય અધિકારી ગુમાવ્યા છે તો સહકાર ખાતાએ એક ખૂબ સારા મહેનતુ અધિકારી ગુમાવ્યા છે.

સ્વ.શ્રી ભટ્ટ સાહેબને સરકાર દ્વારા સોંપાયેલ અનેક પ્રકારની જવાબદારી સંભાળી એક ઉમદા અધિકારી તરીકેની છાપ ઉભી કરી સહકાર પરિવાર વચ્ચેથી અચાનક ચાલી જવાથી સહકાર પરિવાર શોકાનુર થયો છે.

દરેક જિલ્લામાં યોજાયેલ શોકસભા દ્વારા સ્વ.શ્રી ભટ્ટ સાહેબને શ્રધ્ધાંજલી અપાયેલ છે.

રાજયની અનેક સહકારી સંસ્થામાં આગેવાનો દ્વારાથી ભટ્ટ સાહેબ પ્રત્યે શોક વ્યકત કર્યો છે.

સજ્જનતા શિરોપાવ એવા અધિકારીશ્રીના દુઃખદ નિધનથી શોકગ્રસ્ત સહકાર પરિવારને તેમના ઉમદા વ્યકિતત્વને કયારેય ભુલશે નહી. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

(10:07 am IST)