Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

દેશ કી શાન મારૂતિ સુઝુકી અલ્ટો : ખરીદદારો માટે આકર્ષક ઓફર

અમદાવાદ : ૪૦ લાખથી વધુ ભારતીય પરિવારોને ગર્વની લાગણીથી સક્ષમ કરનાર ભારતની પસંદગીની કાર – અલ્ટો બેજોડ ઇન્ડસ્ટ્રી બેન્ચમાકર્સ સ્થાપવાના ૨૦ વર્ષની ગર્વભેર ઉજવણી કરી રહી છે. મારૂતિ સુઝુકી અલ્ટોએ છેલ્લાં બે દાયકામાં સંખ્યાબંધ બદલાવ અને અપગ્રેડ કર્યાં છે, જેનાથી તે વધુ સમકાલીન, વિશેષતાઓથી ભરપૂર અને ગ્રાહકોની ઉભરતી જરૂરિયાત અનુરૂપ રહી છે. કોમ્પેકટ આકર્ષક ડિઝાઇન, સરળ સંચાલન, ઉચ્ચ ઇંધણ કાર્યક્ષમતા, વધુ સુરક્ષા, કમ્ફર્ટ ફીચર્સ અને ઓછી કિંમતના અનોખા મિશ્રણ સાથે અલ્ટો વિજેતા રહી છે. આજે અલ્ટો આકાંક્ષાઓથી ભરપૂર એન્ટ્રી કાર ખરીદદારોને ટચસ્ક્રીન, સ્માર્ટપ્લે ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, એબીએસ સાથે ઇબીડી, ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર્સ, ડ્યુઅલ એરબેગ્સ વગેરે પ્રીમિયમ ફીચર્સ ઓફર કરે છે. આ સીમાચિહ્ન અંગે વાત કરતાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એકિઝકયુટિવ ડાયરેકટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છેલ્લાં બે દાયકામાં અલ્ટોએ ભારતીય મુસાફરીની રીત બદલી છે. છેલ્લાં ૧૬ વર્ષથી તેણે નં. ૧ સેલિંગ કાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા આકર્ષક મૂલ્ય દરખાસ્તથી ભારતીય કાર ખરીદદારોના દિલ જીતીને તેમને સરપ્રાઇઝ આપતી રહેશે. (તસ્વીર - અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(11:20 am IST)