Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આજે વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ

મહિલાઓનો સંઘર્ષ જારી જ છે...

વલસાડ : આજે ૧૫ ઓકટોબરના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશમાં આ દિવસનું મહત્વ હોય છે. આવા દેશની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના વિકાસનો પ્રયાસ કરાય છે.આજના દિવસે વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડાની ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના જીવનમાં ડોકિયું કરીએ તો તેમની હાલત ખૂબ દયનિય લાગી રહી છે. સવારથી ઉઠીને રોજિંદા કામ માટે પણ તેમણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ મહિલાઓએ સવારથી લાકડા લાવી ચુલ્હો સળગાવી રસોઈ કરવી પડે છે. કપડાં ધોવા માટે ઘરે પાણી આવતું ન હોય તેમણે નદી કિનારે જવું પડે છે. હજુ પણ ઘણા ગામોની મહિલાઓએ પાણી ભરવા પણ દૂર સુધી જવું પડે છે. આ સિવાય આજીવિકા રળવા ખેતરમાં મજૂરી કામ કરવું પડે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના જીવન સુધારણા માટે દ્યર બેઠા પાણી મળે એવી સુવિધા કરવી જરૂરી છે. ધરમપુરમાં અનેક ગામોમાં આ સુવિધા ઉભી કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ ના કારણે પાણીની ટાંકી ખાલી પડી છે, પાઇપલાઇન સળી ગઈ છે. જેને લઈ તેમનું જીવન હજુ પણ એવું જ જોવા મળી રહ્યું છે. (કાર્તિક બાવીશી, વલસાડ)

(12:51 pm IST)