Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વાપીમાંથી કારમાં સટ્ટો રમતા 2 ઝાડપાયા: વલસાડ જિલ્લામાં ક્રાઈમ, જુગારીયા, બુટલેગરો પર જિલ્લા પોલીસની નજર

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં આઇપીએલમાં ઓનલાઇન સટ્ટોડિયાને પકડવા વલસાડ એસપી રાજદીપસિંહ ઝાલાએ ખાસ ટીમો બનાવી તાપસ હાથ ધરાવતા વાપી જીઆઇડીસી વિસ્તારમાં બે જુદા જુદા સ્થળેથી કારમાં મોબાઈલ પર સટ્ટો રમતા બે સટ્ટોડિયાને વાપી પોલીસે ઝડપી રૂ. 2.40 લાખનો મુદ્દમાલ પકડી મોટી સફળતા હાંસલ કરી છે.વાપી જી.આઈ.ડી.સી. પો.સ્ટે.ના પો.ઈન્સ.
એન.કે.કામળીયા તથા હે.કો. શૈલેષભાઇ ઓધવજીભાઇ તથા પો.કો.અતુલભાઈ મનસુખભાઇ નાઓએ બાતમી આધારે મોજે વાપી જી.આઇ.ડી.સી ચાર રસ્તાથી યુ.પી.એલ. બ્રિજ તરફ જતા સર્વીસ રોડ પોસ્ટ ઓફીસ તરફ જતા રોડ ઉપર થી ચિંતનભાઇ ભરતભાઇ શાહ રહે. ફોરરશ્યનું કલર્શ ફલેટ નં .૧૦૩ જુના ગરનાળા.પાસે તા.વાપી જી.વલસાડ નાને પોતાના કબજાની સફેદ કલરની મારૂતી વેગેનાર કાર
નંબર GJ-15-CH-5091 માં પોતાના આઇફોન મોબાઇલ ફોન માં ઓનલાઈનક્રિકેટનો હાર-જીતનો સટ્ટો રમતા પકડી પાડેલ છે. અને તેના પાસે થી આઇફોનમોબાઈલ ફોન નંગ-૧, કિં.રૂ. ૧૫,000/-તથા વેગનઆર ગાડી નંબર GJ-15-CH5091, કિં.રૂ. ૧,00,000/-મળી કુલ્લે રૂપિયા ૧,૧૫,000/-નો મુદ્દામાલ તપાસ અર્થેકબજે કરી જુગારધારાકલમ ૪, ૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
તેમજ પો.સ.ઈ. સી.ડી.ડામોર તથા હે.કો. નરેન્દ્રભાઇ ચંન્દ્રભાઇ તથાપો.કો. દિગ્વિજયસિંહ વિક્રમસિંહ નાઓએ બાતમી આધારે મોજે વાપીજી.આઇ.ડી.સી, વી.આઇ.એ. રોડ ઉપર આવેલ રઘુવીર કોમ્પલેક્ષની સામે રોડ ઉપરથી ચિરંજન ઉર્ફે બંટી નિતીનભાઇ શાહ ઉ.વ. રપ રહે. ૮03 રૂદ્રાક્ષ ટાવર જનસેવા હોસ્પિટલ પાસે કસ્ટમ રોડ વાપી તા.વાપી જી.વલસાડ નાને પોતાના કબજાની ડાર્ક બ્લ્યુ કલરની હુન્ડાઇ ગ્રાન્ડ આઇ .૧૦ કાર નંબર GJ-15-CH-1816 માં પોતાના આઇફોન મોબાઇલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટનો હાર-જીતનો સટ્ટો રમતા પકડી પડ્યો છે. અને તેના પાસે થી આઇફોન મોબાઈલ ફોન નંગ- ૧, કિમંત રૂપિયા રપ, 000/તથા આઇ .૧0 ગાડી નંબર GJ-15-CH-1816 કિંમત રૂપિયા .૧,00,000/-મળી કુલ્લે રૂપિયા ૧, રપ, 000/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી વાપી ઉધોગનગર પો.સ્ટે.
 જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુન્હો દાખલ કરેલ છે

(2:10 pm IST)