Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

શુક્ર-શનિ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની સંભાવના : ભારે પવન ફૂંકાશે

ર૧ થી રપ ઓકટોબર બંગાળની ખાડીમાં લો-પ્રેસર બનશે જે ચક્રવાત થવાની સંભાવના : અંબાલાલ પટેલ

રાજકોટ, તા. ૧પ : હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ૧૬ અને ૧૭ ઓકટોબરના દરિયા કિનારે ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ર૧ થી રપ ઓકટોબર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે. ખાડીમાં લો-પ્રેશરને લઇ ભારે ચક્રાવાત આવવાની સંભાવના છે. ર૧ ઓકટોબર બાદનું વાવાઝોડું ભારે નુકશાન સર્જાશે. ૧૬ નવેમ્બર બાદના વાવાઝોડા દરિયા કિનારે ભારે ચક્રવાત પણ સર્જાશે.

(3:49 pm IST)