Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે ચાલી રહેલા કેસ અનુસંધાને અમદાવાદ ડિસ્‍ટ્રીક્‍ટ બેંકના હોદ્દેદારો સાથે અમદાવાદમાં અમિતભાઇ શાહની મુલાકાત

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેમનો ત્રીજો દિવસ છે. એવામાં અમિત શાહે આજે ADC બેંકના હોદ્દેદારો સાથે મુલાકાત કરી છે. રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે ચાલી રહેલા કેસના અનુસંધાને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક (ADC) નાં હોદ્દેદારો સાથે અમિત શાહે મુલાકાત કરી. અધિકારીઓ સાથે બેંકના વકીલ પણ અમિત શાહનાં નિવાસસ્થાને હાજર રહ્યાં હતાં. આ કેસના અનુસંધાનમાં અમિત શાહે ADC બેંકના અધિકારીઓ અને વકીલ સાથે ચર્ચા વિચારણા કરાઇ હોવાની શક્યતા સેવાઇ રહી છે. હતી.

શનિવારે રાહુલ ગાંધી સામે કોર્ટમાં સુનાવણી

અત્રે નોંધનીય છે કે, બદનક્ષી કેસમાં આવતા શનિવારે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા સામે કેસની સુનાવણી હાથ ધરાશે. ત્યારે રાહુલ ગાંધી સામેના કેસને લઈને અમિત શાહે ADC બેંકના અધિકારીઓ અને વકીલ સાથે ચર્ચા યોજી હતી. બની શકે કે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તો રાહુલ ગાંધી વિરૂદ્ધ ગાળીયો કસવા માટેની રણનીતિ ઘડવામાં આવી હોય.

શું છે સમગ્ર કેસ?

વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ 2016માં લદાયેલી નોટબંધીના 5 દિવસમાં 745 કરોડની ચલણી નોટો ADCમાં બદલી હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી વર્ષ 2019માં ADC બેંક દ્વારા રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલા સામે મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. આ અગાઉ પણ રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહીને તેમની પર લાગેલા આરોપનો અસ્વીકાર કર્યો હતો.

(5:17 pm IST)