Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ભાજપમાં ટિકીટ ન મળતા લીંબડી બેઠક ઉપર ચૂંટણી લડવા સોમાભાઇ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડશેઃ કોંગ્રેસ હજુ કશ્‍મકશનમાં

અમદાવાદઃ લીંબડી માટે ભાજપે કિરીટસિંહ રાણાને તેના ઉમેદવાર જાહેર કર્યા છે તો કોંગ્રેસ હજી કશ્મકશમાં છે ત્યારે પોતાને ટિકિટ ન મળતા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સોમા પટેલે અપક્ષ ફોર્મ ભર્યુ છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સોમા પટેલે ટિકિટ માટે ઘણી દોડાદોડી કરી હતી, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. આના લીધે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે. હવે તેમની આ ઉમેદવારી લીંબડી બેઠકમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કોને નુકસાન પહોંચાડે છે તે જોવાનું રહેશે.

સોમાભાઈ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલ્ટો કરીને આવેલા વિધાનસભ્ય છે. તેમના જેવા બીજા પાંચ વિધાનસભ્યને ટિકિટ મળતા તેમને ટિક્ટ મળવાની આશા હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા તે નિરાશ થયા હતા. તેમના માટે સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ હતી. તેથી હવે તેમણે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે.

(5:20 pm IST)