Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વડોદરાના નટુભાઈ સર્કલ નજીક ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો 3.50 લાખની કિંમતના ઓર્થોપેડીકના સાધનો ચોરી છનનન....

વડોદરા:શહેરના નટુભાઈ સર્કલ પાસે આવેલી ઓફિસમાં ત્રાટકેલા તસ્કરો અંદાજે રૂ. 3.50 લાખની કિંમત ધરાવતા ઓર્થોપેડિકના સાધનોના છ બોક્સની ચોરી કરી નાસી છૂટ્યાનો બનાવ ગોરવા પોલીસ મથકે નોંધાયો હતો.

વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન હાઇટમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ પ્રમોદભાઈ ધર્માધિકારી નિવૃત્ત જીવન ગુજારે છે તેઓના ભાઈ સંજયભાઈ મુંબઈ ખાતે રહે છે અને નટુભાઈ સર્કલ પાસે એટલાન્ટિક બિલ્ડિંગમાં યુનિવર્સલ ઓર્થોસિસ્ટ નામની ઓફિસ ધરાવે છે. અને સંજય ભાઈ મુંબઈથી વડોદરા અપડાઉન કરે છે. દરમિયાન અજાણ્યા  શખ્સે તેઓની ઓફિસના દરવાજાનું મુખ્ય તાળું તોડી દરવાજાનો કાચ પણ તોડી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

ઓફિસમાં તપાસ કરતા સામાન વેરવિખેર જણાવ્યો હતો અને રૂ. 3.50 લાખની કિંમત ધરાવતા ઓર્થોપેડિકના સાધનોના છ બોક્સની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આ ઓર્થોપેડિકના સાધનો ખરેખર કેટલી કિંમતના છે તેની માહિતી મુંબઈ ખાતેથી સંજયભાઈ પરત આવી જણાવશે. બનાવ આ અંગે પ્રમોદભાઈએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:29 pm IST)