Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સાબરકાંઠા જિલ્લામાં મગફળીના ખરીદીના કેન્દ્રો પર બારદાનનો જથ્થો ઠાલવવામાં આવતા મામલો ગંભીર

સાબરકાંઠા:જિલ્લામાં આ વર્ષે ચોમાસુ મગફળીનું મબલખ ઉત્પાદન થયા બાદ ખેડૂતોએ મગફળી તૈયાર કરીને વેચવાની શરૂઆત કરી દેવાઈ છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૨૨,૭૬૭ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા નોધણી કરાવી દીધી છે. પરંતુ મુશ્કેલી એ છે કે પુરવઠા નિગમ ધ્વારા ખરીદ કેન્દ્રો મારફતે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની છે. પરંતુ પુરવઠા નિગમ પાસે પુરતો સ્ટાફ નથી તથા અરવલ્લી જિલ્લામાં પણ કામગીરી સંભાળવાની હોવાથી અધિકારીઓ દ્વિધામાં મુકાઈ ગયા છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદપ્રાંતિજહિંમતનગરઈડરવડાલી અને ખેડબ્રહ્મા ખાતે મગફળીના ખરીદ કેન્દ્રો તા.૨૧ ઓક્ટોમ્બરથી શરૂ થનાર છે ત્યારે બુધવાર તા.૧૪ ઓક્ટોમ્બર સુધીમાં મોટાભાગના તમામ ખરીદ કેન્દ્રો પર કલકત્તાથી મંગવવામાં આવેલા શણના બારદાનનો જથ્થો નિગમ ધ્વારા મંગાવી લેવાયો છે. એક અંદાજ મુજબ સાબરકાંઠા જિલ્લાના ખરીદ કેન્દ્રો પર લગભગ બે લાખ બારદાન આવી ગયા છે. 

સાબરકાંઠા જિલ્લામાં ખરીદ કેન્દ્રો મારફતે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની શરૂઆત ૨૧ ઓક્ટોમ્બરથી શરૂ થનાર છે ત્યારે સ્ટાફની પુર્તતા કરવા માટે અધિકારી પિનાકીન જાદવે જણાવ્યુ છે કે આ અંગે અમારી કચેરી ધ્વારા જિલ્લા કલેક્ટર સી.જે. પટેલને લેખિત જાણ કરી દેવાઈ છે. જ્યાંથી નિર્ણય લેવાયા બાદ ખરીદીની કામગીરીનો પ્રારંભ કરાશે.

(5:39 pm IST)