Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

નર્મદાના બીતાડા ગામમાં કરજણ ડેમ જળસંચય યોજના પાઈપ લાઈન પ્રોજેકટનું કામ ઝડપથી પૂર્ણ કરવા મિટિંગ યોજાઈ

આ પ્રોજેક્ટનું કામ જેટલું ઝડપથી પૂર્ણ થશે, તેટલું નેત્રંગ, વાલીયા તાલુકાના ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ મળશે સાથે સાથે નાંદોદના મોવી,પલસી બીતાડા,મોટી ભંમરીના ખેડૂતોને પણ પાઇપલાઇન પ્રોજેક્ટના સિંચાઇની સુવિધાનો લાભ મળશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નાંદોદ તાલુકાના બીતાડમાં કરજણ ડેમ જળસંચય યોજના આધારિત પાઈપલાઈન પ્રોજેકટનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે નેત્રંગ અને નાંદોદ તાલુકાના બોર્ડરના ગામોના ખેડૂત આગેવાનો સાથે અગત્યની મીટીંગ યોજવામાં આવી જેમાં તમામ ખેડૂત ભાઈઓએ આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવે માટે સહયોગ આપવો તથા જે પણ ખેડૂતોનું જમીન બાબતનું વળતર બાકી હશે, તેવા તમામ ખેડુતોને સરકારના ધારાધોરણ મુજબ યોગ્ય વળતર મળશે. તેમાં કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી તેમ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું.

 પરંતુ પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ જેટલું ઝડપથી પૂર્ણ થશે, તેટલું નેત્રંગ,વાલીયા તાલુકાના ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. સાથે સાથે નાંદોદ તાલુકાના મોવી, પલસી બીતાડા તથા મોટી ભંમરીના મોટાભાગના ખેડૂતોને પણ પાઇપ લાઇન પ્રોજેક્ટના સિંચાઇની સુવિધાનો લાભ મળશે.જે ખેડુત પાઇપલાઈન પ્રોજેક્ટના સિંચાઇની સુવિધાથી વંચિત રહી જશે,તેવા ખેડૂતોને ગુજરાત પેટર્ન તથા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત તમામ ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ આપવામાં આવશે તેમ મનસુખભાઇ એ જણાવ્યું હતું

 .આ પ્રસંગે નેત્રંગ તાલુકાના માજી. મહામંત્રી વંદનભાઈ વસાવા, મોટી ભમરી ગ્રામ પંચાયતના સરપંચ રસીક ભાઈ વસાવા તથા નાંદોદ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી હરેશભાઈ વસાવા, ભાજપ આગેવાન બચુભાઈ વસાવા,સુરેશભાઈ વસાવા તથા કરજણ ઈરીગેશન વિભાગના ડેપ્યુટી ઇજનેર મહેતા અને ખેડૂત આગેવાનો વગેરે હાજર રહ્યા હતા.

(10:51 pm IST)