Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગુજરાતમાં થશે કોરોનાની રસીનું ક્લિનિકલ ટ્રાયલ : રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને મંજૂરી

બી.જે.મેડિકલ કોલેજ, GMERS કોલેજ સોલા, SGVP મેડિકલ કોલેજ, GMERS-ગાંધીનગર અને એમ કે શાહ મેડિકલ કોલેજ ચાંદખેડાને મંજૂરી

 

અમદાવાદ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી તેની ચોક્કસ સારવાર શોધાઇ નથી. ભારત સહિત અનેક દેશોમાં રસી પર કામ થઇ રહ્યું છે. જેમાંથી એક છે ભારત બાયોટેક. મળતી માહિતી મુજબ ભારત બાયોટેકના રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. તેનું ટ્રાયલ ગુજરાતની પાંચ મેડિકલ કોલેજમાં કરાશે.

મળતી માહિતી મુજબ કોવિડ-19ની રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને ટ્રાયલ માટે મંજૂરી મળી છે. 5 કોલેજોમાં બી.જે.મેડિકલ કોલેજ, GMERS કોલેજ સોલા, SGVP મેડિકલ કોલેજ, GMERS-ગાંધીનગર અને એમ કે શાહ મેડિકલ કોલેજ ચાંદખેડા સામેલ છે. તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારીઓ શરૂ કરવા સૂચના અપાઈ છે..

DCGIના અધિકારીઓએ જણાવ્યું કે ભારતના બાયોટેકે 2 ઓક્ટોબરે કોવેક્સીન રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી માંગી હતી. કંપનીએ પોતાના આવેદનમાં જણાવ્યું છે કે, પરિક્ષણમાં 18 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના 28,500 લોકોને સામેલ કરવામાં આવશે. ફેઝ-3નું ક્લિનિકલ ટ્રાયલ 10 રાજ્યોના 19 શહેરોમાં કરાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, પટના અને લખનૌ પણ સામેલ છે. જોકે હાલ ફેઝ-2નું પરિક્ષણ ચાલી રહ્યું છે.

(11:14 pm IST)