Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમદાવાદ જીલ્લાના માંડલ ખાતે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

વાનગી સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ખોરાક અને પોષણ વિભાગ તરફથી વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી માંડલ તાલુકામાં કરવામાં આવી હતી. જેમાં ખોરાક અને પોષણ વિભાગના કાર્યાલય પ્રભારી અધિકારી રાકેશભાઈ પરમાર, તેમના સહયોગી અને માંડલ તાલુકાના સી.ડી.પી.ઓ મીતાબેન જાની દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વાનગી સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. દરેક લાભાર્થીઓને પોષણ આહાર પોસ્ટર આપવામાં આવ્યા હતા. “સહી પોષણ દેશ રોશન” ના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ. માંડલ તાલુકામાં વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી  નિમિત્તે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં માંડલ ઘટકની ચાર આંગણવાડીમાં આંગણવાડી દીઠ ૧૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આંબળા, સરગવો ભીંડો, મીઠો લીંબડો, જામફળ, ગવાર, ચોળી વગેરે જેવા પોષણ તત્વ યુક્ત ફળ,શાકભાજી  રોપા આપવામાં આવ્યા છે તેમ માંડલ તાલુકાના સી.ડી.પી.ઓ મીતાબેન જાનીએ જણાવ્યુ હતુ.

(4:04 pm IST)