Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમદાવાદમાં મેડિકલ ઓફિસરની ફરજ બજાવતા યુવતીએ વડોદરાના નરાધમ સાસરિયા વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેર  ખાતે મેડિકલ ઓફિસરની ફરજ બજાવતી યુવતીના લગ્ન વડોદરાના યુવક સાથે થયા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી બનાવના પગલે પત્નીએ પતિ તથા સાસુની વિરૂદ્ધ રૂપિયા 4.65 લાખની છેતરપિંડી કર્યોનો બનાવ જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, અમદાવાદ શહેરની યુવતી ડો. શ્રુતિબેન ઔદિચ્ય અમદાવાદ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓના લગ્ન વર્ષ 2015 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ લાભ રેસિડેન્સીમાં રહેતા અભય ઔદિચ્ય સાથે થયા હતા દરમિયાન ભેટસોગાદો, સોના ચાંદીના દાગીના કરિયાવરમાં આવ્યા હતા. તેમજ શ્રુતિ બેનએ પતિ અભયને મકાનની ખરીદી કરવા રોકડા રૂપિયા 2 લાખ આપ્યા હતા વર્ષ 2016 દરમિયાન ઘરમાં કંકાસ થતા પતિએ પત્નીને કાઢી મૂકતા તે અમદાવાદ ખાતે પિયરમાં રહેતી હતી. દરમિયાન હું વારંવાર તેમની પાસે રોકડ અને દાગીના માંગુ છું પરંતુ હજી સુધી તેમણે મને પરત કર્યા નથી.

(5:10 pm IST)