Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વડોદરા: છેલ્લા એક વર્ષમાં સાયકલોના વેચાણમાં થયો બમણો વધારો

વડોદરા: શહેરના સાયકલના વેપારીઓના સંગઠન વડોદરા સાયકલ એન્ડ સાયકલ પાર્ટસ એન્ડ ટ્રાઈસિકલ ડિલર એસોસિએશનના પ્રમુખ સતિષ સાહુ કહે છે કે, કોરોનાની એન્ટ્રી થઈ તે પહેલા વડોદરામાં દર મહિને લગભગ ૫૦૦૦ જેટલી સાયકલો વેચાતી હતી.પૈકી મોટાભાગની સાયકલ સ્કૂલ સ્ટુડન્ટસ લેતા હતા.જોકે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જ્યારથી અનલોક ગાઈડલાઈન લાગુ પડી છે ત્યારથી લોકો મોટી સંખ્યામાં સાયકલ ખરીદવા માંડયા છે.હાલના તબક્કે દર મહિને ૧૦૦૦૦ સાયકલો વેચાઈ રહી છે.હવે સાયકલ બજારનુ ટર્ન ઓવર દર મહિને સાત કરોડ રુપિયા પર પહોંચી ગયુ છે. સાયકલો ખરીદનારા  પૈકી ૪૦ ટકા જેટલા એવા છે જેઓ ફિટનેસ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સાયકલ ખરીદી રહ્યા છે.સાયકલ ખરીદનારાઓમાં મહિલાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

વેપારીઓને લોકડાઉન લાગુ થયુ ત્યારે સાયકલનો સ્ટોક કેવી રીતે વેચાશે તેનુ ટેન્શન હતુ.આજે સ્થિતિ એવી છે કે, નવો સ્ટોક આવતાની સાથે ગણતરીના દિવસોમાં વેચાઈ જાય છે.વડોદરાના વેપારીઓ પંજાબથી સાયકલો મંગાવે છે.સાયકલના લગભગ ૧૦૦ જેટલા મોડેલ બજારમાં વેચાઈ રહ્યા છે.સાયકલ માર્કેટમાં સસ્તામાં સસ્તી સાયકલ ૪૫૦૦ રુપિયાથી શરુ થાય છે અને ૨૩૦૦૦ રુપિયાનુ મોંઘુદાટ મોડેલ પણ વેચાય છે.

(5:10 pm IST)