Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સુરતના વેસુ વિસ્તારમાં ઉપરના માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજા પામેલ ત્રણ યુવાનના મૃત્યુથી પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરમાં વેસુ વિસ્તારમાં તથા પાર્લેપોઈન્ટ વિસ્તારમાં અને અડાજણના પાલ વિસ્તારમાં ઉપરના માળેથી નીચે પટકાતા ગંભીર ઈજા પામેલા ત્રણ યુવાનના મોત નિપજયા હતા.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ અમરોલીના કોસાડ આવાસમાં રહેતો 20 વર્ષીય મોહમ્મદ સાબીર મહંમદ શબ્બીર ખાન ગઈકાલે બપોરે વેસુ વીઆઈપી રોડ પર રિંગા સ્ટાર ખાતે ફેબ્રીકેશનનું કામ કરતો હતો. ત્યારે તે અચાનક પહેલા માળથો નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 

બીજા બનાવમાં અમરોલીના કોસાડ ખાતે ઇડબલ્યુએસ આવાસમાં રહેતો 22 વર્ષીય સોહીલ બાબાસાહેબ દાદુ ગુરૂવારે બપોરના પાર્લે પોઇન્ટના ઉમરા ખાતે કલર કામ કરતા હતા. ત્યારે તે ચોથા માળેથી નીચે પટકાતાં ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બંને બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. 

(5:12 pm IST)