Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

આણંદ એલસીબીએ આઇપીએલ મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા દહેમીના એક શખ્સને પેટલાદ પોલીસે ઝડપી પાડ્યો

આણંદ: શહેરમાં કોરોનાના કહેર વચ્ચે આઈપીએલની સીઝન જામી છે ત્યારે વિવિધ મેચો ઉપર સટ્ટો ખેલતા સટોડિયાઓ પણ સક્રિય થયા હોવાની ફરીયાદોને  ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. 

જે અંતર્ગત આણંદ એલસીબી પોલીસે આઈપીએલની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા દહેમીના એક શખ્સને જ્યારે પેટલાદ શહેર પોલીસની ટીમે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ એલસીબી પોલીસની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે દહેમી-નામણ રોડ ઉપર એક ઈંટોના ભઠ્ઠામાં બનાવેલ ઓરડી સામે એક શખ્સ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યા છે. પોલીસે મળેલ બાતમીના આધારે સ્થળ ઉપર દરોડો પાડતા ફતેસિંહ ઉર્ફે ફતો ગીરવતસિંહ રાઠોડ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો હતા. પોલીસે તેની પાસેથી ચાર મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરતા મોબાઈલમાં વેબસાઈટના માધ્યમથી આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હોવાનું ખૂલવા પામ્યું હતું. જે અંગે વધુ પૂછપરછ કરતા તે હારજીતનો વેપાર નાપા વાંટા ગામે રહેતા રીયાઝ જશુભા રાણાને લખાવતો હોવાનું જણાવતા પોલીસે મોબાઈલ તથા રોકડા મળી કુલ્લે રૂા. ૧૧,૩૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સ તેમજ નાપા વાંટાના રીયાઝ રાણા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:14 pm IST)