Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સુરતના રિંગરોડ નજીક કાપડની દુકાન ધરાવતા વેપારીને ત્યાંથી કાપડ ખરીદી સેલ્સમેને 21.08 લાખની છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ સાકાર ટેક્ષ્ટાઈલ હાઉસમાં દુકાન ધરાવતા કાપડ વેપારીને ત્યાં કામ કરતા સેલ્સમેને સુરત બહાર મોકલેલા માલનું પેમેન્ટ રૂ.21.08 લાખ બારોબાર પોતાના એકાઉન્ટમાં અને રોકડેથી મેળવી લઈ ઉચાપત કરતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા ખોડીયાર રેસિડન્સી 117 માં રહેતા 36 વર્ષીય લીલાધરભાઈ સુવાલાલજી પાલીવાલ રીંગરોડ જશ માર્કેટ પાસે સાકાર ટેક્ષ્ટાઈલ હાઉસમાં કાપડનો વેપાર કરે છે. તેમને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતા મોતીલાલ મોહનલાલ પાલીવાલ ( રહે-.સી-2/502, મોડલ ટાઉન પાર્ક, લેન્ડમાર્કની પાછળ, મગોબ, પરવત પાટીયા, સુરત. મુળ રહે. પાનેરીયો કી ભાગલ, તા ગોગુંદા, જી.ઉદયપુર, રાજસ્થાન ) વર્ષ 2018 થી વેપારીની દુકાનમાંથી સુરત બહાર અલગ અલગ પાર્ટીઓને કુલ રૂ.21,07,803 નો માલ મોકલાવ્યો હતો. ત્યારબાદ મોકલેલા માલનું પેમેન્ટ બારોબાર પોતાના બેંક ઓફ બરોડાના સેવિંગ્સ એકાઉન્ટમાં તથા રોકડેથી મેળવી લઇ ઉચાપત કરી હતી.

(5:16 pm IST)