Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અમદાવાદમાં કોરોના વાયરસને હવામાં જ મારવા માટે કોરોના કિલર મશીનનું નિર્માણઃ દરરોજ 700 ડિવાઇસ નિર્માણ કરવાનો નિર્ધાર

અમદાવાદઃ કોરોનાની મહામારી સામે લડવા માટે દવા બનાવવાનો દાવો લાંબા સમયથી થઈ રહ્યો છે, જોકે હજુ સુધી દવા બનાવવામાં સફળતાં મળી નથી, ત્યારે કોરોનાને રોકવા માટે અલગ અલગ ડિવાઇસ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે પૂણેના ઇન્ડોટેક ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ પ્રા. લિ. દ્વારા કોરોના કિલર મશીન બનાવ્યું છે, જેને આઈસીએમઆર પ્રમાણિત કરવામાં આવ્યું છે. જેનું સુરતમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસથી સુરક્ષા મેળવવા માટે કોરોના કિલર ડિવાઈસ બનાવવામાં આવ્યું છે. પૂણેની ઇન્ડોટેક ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુસન્સ પ્રા.લિ.એ આ ડિવાઈસનું આવિષ્કાર કર્યું છે, જેને આઈસીએમઆરએ પ્રમાણિત કર્યું છે. કંપનીના અધિકારી સમીરભાઈનું કહેવું છે કે પૂણેના ઉદ્યોગકાર ભાઉસાહેબ જંજિરેએ આ આવિષ્કાર કર્યો છે અને આ રીતે આ દેશનું પહેલું ડિવાઈસ બન્યું છે, જે કોરોના સહિતના વાયરસ અને બેકટેરિયાને હવામાં જ મારી નાંખે છે.

આ ડિવાઇસ કેવું છે

આ એક ઇલેક્ટ્રોનિક ડિવાઈસ છે , જે આયનાઈઝેશન ઉત્પન્ન કરે છે અને પછી હવા દ્વારા સર્ક્યુલેટ થઈને આવરણમાં જે વાયરસ અને બેકટેરિયા હોય છે તેને મારી દે છે . કોરોના વાયરસનો પણ આ ડિવાઈસ નાશ કરી દે છે. આનો કોઈ પણ બંધ સંકુલમાં ઉપયોગ કરી શકાય છે. ઘર, હોસ્પિટલ, સ્કૂલ, ગાડી, પ્લેન, પ્રયોગશાળા, ક્વોરેન્ટાઈન સેન્ટર, કારખાના, મંદિર વગેરે જગ્યાઓ પર આનો ઉપયોગ કરી શકાય છે .

ડિવાઈસને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ પણ પ્રમાણિત કર્યું છે. પૂણેની નાયડુ હોસ્પિટલે પણ ડિવાઈસને સફળ હોવાનું જણાવતા પ્રમાણપત્ર આપ્યું છે. કંપની હાલ રોજ 200 ડિવાઈસનું નિર્માણ કરી રહી છે અને આગામી દિવસોમાં રોજ 700 ડિવાઈસ નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે . જેનાથી દેશભરમાં આને પહોંચાડી શકાય.

આ રીતે કાર્ય કરે છે ડિવાઈસઃ

કોરોના કિલર ડિવાઈસ 230 વોલ્ટ , સિંગલ ફેઝ ઇલેક્ટ્રિક સપ્લાય પર કાર્ય કરે છે . આ પ્લગ અને પ્લે ડિવાઈસ છે , તેમાં અન્ય કોઈ રસાયણની જરૂરત નથી પડતી અને વીજળીનો પણ ઓછો ખર્ચ થાય છે . કોરોના કિલર જ્યાં રાખવામાં આવે છે તેની આસપાસની હવામાં ઉપસ્થિત સકારાત્મક અને નકારાત્મક આયામોના મિશ્રણમાં ફરે છે , આયનના એક્ઝોસ્ટ મિશ્રણ ઉપકરણની અંદર હાજર એક્ઝોસ્ટ ફેનના દવારા આસપાસની હવામાં ફેલાય છે . જ્યારે આ પ્રક્રિયાશીલ આયન વાયરસના સંપર્કમાં આવે છે , ત્યારે આ કોરોના વાયરસના આરએનએના સંપર્કમાં આવે છે અને કોરોના વાયરસના બાહ્ય અંગને તોડી દે છે . કોરોના વાયરસને નિષ્ક્રિય કરવાના આયનોની આ કાર્યક્ષમતા પૂણેની આઈસીએમઆર , નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા પ્રમાણિત છે.

(5:40 pm IST)