Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોન્ટ્રાક્ટ કેરેજ બસ ઓપરેટરોને રાહત : કોવિડ-૨૦૧૯ની પરિસ્થિતિમાં કોન્ટ્રાકટ કેરેજ બસોને નોન યુઝ માટે અરજી કરવાની મુદ્દત તા ૧૯/૧૦/૨૦૨૦ સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તા: ૨૫/૧૦/૨૦૨૦ સુધી લંબાવાઈ

ગાંધીનગર : કોવિદ ૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈને કોન્ટ્રાકટ કેરેજ બસોને નોન યુઝ માટે અરજી કરવાની મુદ્દત તા : ૧૯/૧૦/૨૦૨૦ સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તા: ૨૫/૧૦/૨૦૨૦ સુધી લંબાવવાનો નિર્ણય વાહન વ્યવહાર કમિશનરની કચેરી ખાતેથી લેવામાં આવ્યો છે.

કોવિડ-૧૯ ના સંક્રમણને કારણે કોન્ટ્રાકટ કેરેજ બસોને ધંધો - વ્યવસાય નથી.  રાજય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કેરેજ બસ ઓપરેટરોને રાહત આપતો નિર્ણય લઈ કોન્ટ્રાકટ કેરેજ બસોને નોન યુઝ માટે અરજી કરવાની મુદ્દત તા : ૧૯/૧૦/૨૦૨૦ સુધી અને નોનયુઝ પેટેનો એડવાન્સ વેરો ભરવાની મુદ્દત તા: ૨૫/૧૦/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી કોન્ટ્રાક્ટ કેરેજ બસ ઓપરેટરોને રાહત થશે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી ની યાદીમાં જણાવાયું છે.

(7:22 pm IST)