Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ગાંધીનગરમાં GCERT ભવનમાં મુછાળી 'માં' ગિજુભાઈ બધેકાની પ્રતિમાનું અનાવરણ કરાયું

"મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા ગિજુભાઈ બધેકાનો આજે જન્મદિવસ: શિક્ષણ પ્રધાનના હસ્તે પ્રતિમાનું અનાવરણ

ગાંધીનગર: મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈ બધેકાનો આજે જન્મદિવસ છે, ત્યારે ગાંધીનગર શહેરમાં આવેલી જીસીઈઆરટી ભવન ખાતે શિક્ષણ પ્રધાનના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે મહાન વિભૂતિનો જન્મદિવસ છે, બાળપણ ખૂબ જ મહત્ત્વનું હોય છે, ત્યારે ગિજુભાઈ બધેકાની મૂર્તિ કચેરીમાં આવતા શિક્ષણ સાથે સંકળાયેલા લોકો જોવે અને તેના પાયા મજબૂત કરવા ભાવના જાગે

ગુજરાતી સાહિત્યમાં મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈ બધેકાનું યોગદાન મહત્વનું છે. પૂર્વ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તેમણે ખૂબ જ શિક્ષણ આપ્યું છે. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી હતી. ત્યારે આજે આ મુછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈનો જન્મદિવસ છે. ગાંધીનગરમાં આવેલી જીસીઆરટી ભવન ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહ એક સામાજિક શૈક્ષણિક જીવનમાં કોઈ પુરુષ મા કહેવાય નથી. પરંતુ શિક્ષણ ગિજુભાઈને મા નું બિરુદ આપવામાં આવ્યું હતું.

(10:46 pm IST)