Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો ભેગો કરતી ગાડીના ચાલકે માસુમ બાળકીને કચડી નાખી : પરિવારમાં માતમ છવાયો : લોકોમાં રોષ : ડ્રાઈવરની ધરપકડ

ડ્રાઇવરે મક્તમપુરા વોર્ડના ફતેહવાડી કેનાલ પાછળના સ્ટાર રેસીડેન્સીમાં રહેતી 10 વર્ષીય બાળકી પર ગાડી ચઢાવી દીધી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ભેગી કરતી ગાડીના ડ્રાઇવરની બેદરકારીને કારણે એક બાળકીનું મોત થઇ ગયું. ડોર ટુ ડોર કચરો ભેગી કરતી ગાડીના ડ્રાઇવરે જુહાપુરાના ફતેહવાડી વિસ્તારની 10 વર્ષીય બાળકી પર ગાડી ચઢાવી દીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને વીએસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સેવામાં હાજર તબીબે તેને મૃત જાહેર કરેલ છે. બાળકીનું મોત થતા ફતેહવાડી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરખેજ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ભેગી કરતી ગાડી (ગાડી નંબર GJ 01FT0675)ના ડ્રાઇવરે મક્તમપુરા વોર્ડના ફતેહવાડી કેનાલ પાછળના સ્ટાર રેસીડેન્સીમાં રહેતી 10 વર્ષીય બાળકી પર ગાડી ચઢાવી દીધી હતી. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક ધોરણે શહેરની વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે બાળકીને મૃત જાહેર જાહેર કરી હતી. બાળકીનું અકાળ મૃત્યુ થતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો છે. સરખેજ પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(8:02 pm IST)