Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દાણીલીમડામાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ મામલે પોલીસ એક્શનમાં : પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ :વરરાજાની અટકાયત

વરરાજાની અટકાયત કરતા હાલ પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભારે ભીડ ઉમટી

અમદાવાદના  દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલ ગુડ પાર્ટી પ્લોટના વાયરલ વીડિયો બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. દાણીલીમડા પોલીસે આ ઘટનામાં વરરાજાની અટકાયત કરી છે. વરરાજાની અટકાયત કરતા હાલ પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે.

હાલ રાજયમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે જેથી સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટેની અપીલ કરી રહી છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકારે લગ્ન સમારંભ,તહેવારો સહિતના પ્રોગ્રામમાં 200 લોકોની પરવાનગી આપી છે.

હાલ સોશિયલ મીડિયમાં એક વીડિયો વાયરલ જોવા થયો છે. આ વીડિયો એક પાર્ટી પ્લોટનો છે અને લગ્ન સમારંભનો છે જેમાં લોકો હુક્કાની મહેફિલ માણતા દેખાય છે. એટલું જ નહીં એક યુવક ભારે ઉત્સાહમાં આવીને હવામાં ફાયરિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે. ગતરોજ દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલ ગુડલક પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો હુક્કાની મહેફિલ માણતા અને હવામાં ફાયરિંગ કરતો યુવાન આ વીડિયમાં કેદ થઈ ગયો હતો.

આ વાયરલ વીડિયો મીડિયામાં ચાલતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. દાણીલીમડા પોલીસે આ ફાયરિંગ કરનાર ખુદ વરરાજાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(9:37 pm IST)