Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે:પૂર્વ ડે .સીએમ નીતિનભાઈ પટેલનું ક્ષત્રિય સમાજને લઈને નિવેદન

રામનવમી પર્વે નીતિનભાઈ પટેલ અમદાવાદ ખાતે આવેલા જગન્નાથ મંદિરે પહોંચ્યા :ભગવાન જગન્નાથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા: તેમણે કહ્યું હતું કે, ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય.

અમદાવાદ :લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત સહિત દેશભરમાં રામનવમીની ) ઊમળકાભેર ઉજવણી કરાઈ છે,વિવિધ સ્થળે શોભાયાત્રા, રેલી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિનભાઈ પટેલે અમદાવાદના જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન, તેમણે રામનવમી અને ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ નિવેદન આપ્યું હતું
   રામનવમીના પર્વ નિમિત્તે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. અહીં, ભગવાન જગન્નાથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ મહંત મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ સાથે પણ મુલાકાત કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય.
   પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભગવાન શ્રીરામનું મહત્ત્વ સમગ્ર દુનિયાના જીવોમાં છે. રામ એટલે સત્ય, રામ એટલે પવિત્રતા, રામ એટલે ઉદારતા અને રામ એટલે ક્ષમા. ભગવાન રામના આશીર્વાદથી સમગ્ર વિશ્વ જ્યારે ચાલતું હોય ત્યારે ભગવાન રામનું જીવન એ કરોડો લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. ભગવાન રામને હું પ્રાર્થના કરું છું તમામ પ્રશ્નોનું સુખદ નિરાકરણ થાય. આ સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ભગવાન રામ અને ધર્મના નામે રાજનીતિ ન થવી જોઈએ.

 

(7:05 pm IST)