Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ સાધુ-સંતના હસ્તે કર્યા પારણા: 14 દિવસથી કર્યો હતો અન્નનો ત્યાગ

તેમની અચાનક તબિયત બગડતા AIIMSમાં દાખલ કરાયા હતા AIIMSમાં તેમની સારવાર ચાલુ :બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે નબળાઈ આવી હતી

અમદાવાદ :રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ આંદોલનને વેગ આપનાર પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. પદ્મિનીબા વાળા ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ આ વિવાદ બાદ પદ્મિનીબા વાળા 14 દિવસથી અન્ન ત્યાગ પર હતા.

ગત રોજ તેમની અચાનક તબિયત બગડતા તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSમાં તેમની સારવાર ચાલી રહી છે. બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે તેમને નબળાઈ આવી હતી.

.

(12:06 am IST)