Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સાબરકાંઠામાં ઈડરના દામોદર વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો: ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવ્યા

રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી બાબતે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન : ઉમેદવાર સહિત ભાજપ હાય હાય ના નારા લાગ્યા

સાબરકાંઠામાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો હતો. ઈડરના દામોદર વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો હતો.

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી બાબતે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સાબરકાંઠામાં ઈડરના દામોદર વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હોબાળો થયો હતો. જેમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ચાલુ કાર્યક્રમમાં કાળા વાવટા બતાવાયા હતા. વિરોધ પ્રદર્શનમાં ઉમેદવાર સહિત ભાજપ હાય હાય ના લગાવાય નારા લાગ્યા હતા.

   
(12:39 am IST)