Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

મેઘરજના ભુવાલ ગામમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી:પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી

અરવલ્લીના મેઘરજના ભુવાલ ગામમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુવાલ ગામમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ પણ ગળામાં કુહાડી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  આ બનાવની જાણ થતા જ ઘટના સ્થળે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. જોકે, પતિએ ક્યાં કારણોસર પત્નીની હત્યા કરી તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

(12:40 am IST)